Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભા સીટ પર ગઈકાલે સવાર થઈ શરૂ થયેલ મતદાનની પ્રક્રિયા સાંજે ૬:૦૦ કલાકે સમાપ્ત થયા બાદ અંદાજીત આંકડાઓ સતાવાર જાહેર કરવામાં આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા ચોક્કસ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે,જાહેર કરેલ આંકડાઓમાં જામનગર લોકસભાની સીટ પર કુલ ૬૦.૭૦ % મતદાન નોંધાયું છે,જે ૨૦૧૪ ની લોકસભા કરતાં મતદાનમાં થયેલો સામાન્ય વધારો સૂચવે છે,

તો જામનગર જીલ્લાની સાત વિધાનસભા બેઠકો મા સૌથી ઓછુ મતદાન દ્વારકા વિધાનસભા બેઠક પર ૫૬.૩૧% જયારે સૌથી વધુ મતદાન જામનગર ગ્રામ્ય બેઠક પર ૬૫.૧૩% નોંધાયું છે.જયારે અન્ય બેઠકોની વાત કરવામાં આવે તો કાલાવડ બેઠક પર ૫૮.૯૦%,જામનગર ઉતર બેઠક પર ૬૩.૬૩%,જામનગર દક્ષિણ બેઠક પર ૬૩.૧૧%,જામજોધપુર બેઠક પર ૫૯.૭૬% અને ખંભાળિયા બેઠક પર ૫૯.૧૬% મતદાન નોંધાતા કુલ મતદાનની ટકાવારી ૬૦.૭૦% થઇ છે,

તો મતદારોના વાત કરવામાં આવે તો જિલ્લામાં નોંધાયેલા મતદારોની સંખ્યા ૧૬૫૬૦૦૬ છે,જેની સામે ગઈકાલે થયેલ મતદાનમાં ૧૦૦૫૨૫૨ મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે,જેમાં ૫૫૮૦૬૬ પુરુષ મતદારો,૪૪૭૧૮૩ સ્ત્રી મતદારો અને અન્ય ૩મતદારો એ મતદાન કર્યું છે.
