Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભા બેઠક માટે આજે મતદાન શરૂ થઇ ચૂક્યું છે,ત્યારે જામનગર સંસદીય મતક્ષેત્ર અનેક વિવિધતાઓવાળો વિસ્તાર છે,જામનગર લોકસભા સીટમા સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ પણ થાય છે,જેમાં કાલાવડ,જામનગર ગ્રામ્ય,જામનગર ઉતર,જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા બેઠકોનો સમાવેશ થાય છે,સાત વિધાનસભા બેઠકોમાંથી ૫ બેઠકો જામનગર જીલ્લામા જયારે ૨ બેઠકો દ્વારકા જિલ્લામાં છે,

સંસદીયમત વિસ્તારની કુલ વસ્તી ૨૩૩૫૭૦૮ છે,જયારે મતદાતાઓની સંખ્યા ૧૬૩૬૧૧૬ છે,આ વિસ્તારમાં કુલ ૬૯૪ ગામો આવેલા છે અને મતદાન મથકોની સંખ્યા ૧૯૪૧ છે,જામનગર લોકસભા બેઠક પર આ ચુંટણીમાં બે મુખ્ય પક્ષો મળીને ૨૮ ઉમેદવારો છે,તો આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે પુનમબેન માડમ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુળુભાઇ કંડોરીયા છે.

આજે સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે,અને સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
