Mysamachar.in-જુનાગઢ:
૨૩ એપ્રિલ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓનો દૌર વધી જશે..એવામાં આજે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસે છે,લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં જંગી જાહેરસભાને સંબોધન કરશે, જેને લઈને પ્રદેશ ભાજપના નેતાઓના ધામા પણ જૂનાગઢમાં લાગ્યા છે,

પીએમ મોદી આજે ગુજરાતમાં ચૂંટણી સભા ગજવશે. સવારે સાડા નવ કલાકે રાજકોટ એરપોર્ટ ઉતરશે પહેલી સભા જૂનાગઢમાં, તો બીજી સભા તાપીના સોનગઢમાં સંબોધશે.સ્વાભાવિક છે કે મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોદીનો આજનો ગુજરાતના પ્રવાસ પર સૌ કોઈની નજર રહેશે..

પ્રધાનમંત્રી મોદીનાં ગુજરાતનાં પ્રવાસને લઇ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરાઈ છે. એડીજીપી, આઇજી, 7 એસપી , 38 પીએસઆઇ, 140 પીએસઆઇ અને 200 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. સભા સ્થળે ડોગ સ્કવોડ પણ તૈનાત સહિતની ટીમો પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.

પ્રધાનમંત્રીનો આજે જુનાગઢમાં સભાનો કાર્યક્રમ છે, તો બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સાંજે ૬.00 કલાકે જામનગરના રણજીતનગર નજીક આવેલ મેદાન ખાતે જાહેર સભાને સંબોધિત કરશે.આમ PM જુનાગઢમાં તો CM આજે જામનગરમાં જાહેર સભાને સંબોધિત કરશે.
