Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની લોકસભાની બેઠક પરથી કોંગ્રેસ દ્વારા અર્થશાસ્ત્રમાં નિષ્ણાત એવા ખેડૂત પુત્ર મુળુભાઇ કંડોરીયાને સમજી વિચારીને મેદાનમાં ઉતાર્યા છે, લોકોની શું સમસ્યા છે અને તેને કેવી રીતે ઉકેલી શકાય તે માટે પહેલે થી જ રસ હોવાથી મુળુભાઇ કંડોરીયા એ અભ્યાસક્રમમાં અર્થશાસ્ત્રનો વિષય પસંદ કરીને બી.એ.ની ડિગ્રી મેળવી છે.

આવા જ ઉદેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના વતની મુળુભાઇ કંડોરીયા વર્ષો પહેલા કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈને 35 વર્ષથી કોંગ્રેસના માધ્યમથી લોકોની સેવા કરી રહ્યા છે અને હાલ તેઓ દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન છે અને અગાઉ જામનગર જિલ્લા પંચાયતમાં પણ કારોબારી ચેરમેન હતા. જેથી બંને જિલ્લાની પ્રજા સારી રીતે મુળુભાઇ કંડોરીયાના પરિચયમાં છે એટલે કોંગ્રેસે તમામ પાસાનો વિચાર કરીને બહોળો જનસંપર્ક ધરાવતા મુળુભાઈ કંડોરીયાને મેદાનમાં ઉતાર્યા છે,

છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા મુળુભાઇ કંડોરીયા લોકોની સેવા કરવામાં હમેશા તત્પર રહ્યા છે જેમકે દુષ્કાળ વાવાઝોડું અતિવૃષ્ટિ ભૂકંપ જેવા કુદરતી પ્રકોપ સામે રાહત કામગીરી બજાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉપરાંત સામાજિક કાર્યોમાં પણ કુરિવાજોએ દૂર કરવાના પ્રયાસો, સમૂહ લગ્ન નું આયોજન, પછાત વર્ગના લાભાર્થે સેમિનારો અને દરેક જ્ઞાતિના ધાર્મિક પ્રસંગોમાં તન-મન-ધનથી યોગદાન આપવાનું આ પ્રેરણાદાયક કાર્ય મુળુભાઇ કંડોરીયા નું જમા પાસું છે જે ધ્યાને લઈને કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને લોકોમાંથી સારો આવકાર મળી રહ્યો છે.

શું છે મુળુભાઇ કંડોરીયા ની સામાજિક પ્રવૃત્તિ..
કોંગ્રેસ પક્ષ ઉપરાંત અર્થશાસ્ત્રના નિષ્ણાંત હોવા છતાં ન નફો ના નુકસાન જોયા વગર મુળુભાઇ કંડોરીયા જામનગરની જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ તરીકે અને રામકૃષ્ણ મિશનના ટ્રસ્ટી તરીકે, જામનગર સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટી તરીકે, રામેશ્વર કો. ઓપ. હા. સો.લી. પ્રમુખ પદે, સમર્પણ જુથ સેવા સહકારી મંડળી ના અધ્યક્ષ પણ છે, ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે શ્રી યદુનંદન કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ છે, ખંભાળિયા યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે અને કલ્યાણપુરના ભાટીયા આહીર એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે, આથી તેઓ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિમાં મુળુભાઇ કંડોરિયાના યોગદાનથી સૌ કોઈ પરિચિત છે અને લોકસભાની ચુંટણીમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસે પસંદગી ઉતારી છે, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે સ્વયંભૂ કામે લાગી જઈને મુળુભાઇને જીતાડવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
