Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાની બેઠકની સાથે છેલ્લી ઘડીએ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોંગ્રેસે વર્ષોથી સુરત વસવાટ કરતા જયંતિ સભાયા પર પસંદગી કરીને ભાજપના રાઘવજી પટેલ સામે મેદાનમાં ઉતાર્યા છે, તેવામાં જયંતિ સભાયાનું નામ જાહેર થતાંની સાથે જ કોંગ્રેસમાં આંતરિક ભડકો થયો છે અને કોંગ્રેસના જ ઉમેદવારને આંતરીક વિરોધનો સામનો કરવો પડે તેમ હોય તેવી ચર્ચા વચ્ચે હાલ તો જયંતિ સભાયાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસના આંતરીક વિખવાદથી ભારે હોબાળો મચ્યો હોવાનું ચર્ચાનો વિષય બન્યું છે,

એક અહેવાલ મુજબ જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયંતિ સભાયાને પસંદ કરવામાં આવ્યા છે, ત્યારે પ્રતિપક્ષ તો ઠીક પણ પોતાના જ પક્ષ હોદેદારો અને આગેવાનોનો પણ વિરોધ સહન કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ અત્યારથી જ થયું છે, મહત્વનું છે કે જયંતિ સભાયા મૂળ જામનગર તાલુકાનાં હડમતીયા(મતવા)ના છે, પણ વર્ષોથી સુરતમા રહે છે અને ચુંટણી સમયે જ જામનગરમાં આવતા હોવાનું સર્વવિદિત છે,તેને લઈને જે વર્ષોથી અને કાયમી પક્ષ માટે કામ કરે છે તેવા કાર્યકરો અને હોદેદારો ખુલીને સામે નથી આવતા, પણ આંતરિક સળવળાટ ચોક્કસથી જોવા મળ્યો છે.

અત્રે એ પણ મહત્વનું છે કે જામનગર ગ્રામ્ય બેઠક પર પેટા ચુંટણી માટે ૩૫થી વધુ દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી. તે તમામને બાયપાસ કરીને જયંતિ સભાયાને ટીકીટ આપવામાં આવી છે. તે સ્વાભાવિક છે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો વફાદાર કાર્યકરો ન ગમે જેને કારણે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ સભાયાની મુશ્કેલીમાં વધારો થાય તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.