Mysamachar.in-ગાંધીનગર:
આ વખતની લોકસભાની ચુંટણીમા ગુજરાતમા બને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે સતાની શાખ સમાન બની ગયું છે,તે બાબત બને પક્ષો દ્વારા જે રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે તે જ સ્પષ્ટ કરે છે,

ભાજપે ગઈકાલે 4 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જોકે, હજી ત્રણ મહત્વની બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.જાણકારોના મતે આ ત્રણેય બેઠકોનુ કોકડુ ભાજપ માટે ઉકેલવુ મુશ્કેલ બની રહ્યું છે.ભાજપ કોને ઉમેદવાર જાહેર કરવા તે મામલે અસમંજસમાં છે.

આમ તો આ ત્રણેય સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. ભાજપ ભલે સ્થાનિક સ્તરે કોઈ કાર્યકર્તાઓની નારાજગી ન હોવાની વાત કરી રહ્યું પણ ત્રણ લોકસભા સીટ પર ઉમેદવારોના નામ હજી ફાઈનલ નથી થયા તે વાત પણ સ્પષ્ટ છે,
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે.લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ પણ કેટલીક બેઠકો પર અટવાયેલી છે.ત્યારે આજે કે આવતીકાલે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થાય તેવી આતુરતાથી કાર્યકર્તાઓ રાહ જોઈને બેસ્યા છે.

હજુ સુધી કોંગ્રેસ 13 બેઠકો ઉપર ઉમેદવારો નક્કી કરી શકી નથી. જ્યારે ભાજપના ત્રણ નામ પણ અટક્યા છે.ભાજપ દ્વારા જામનગર લોકસભા સીટ અને જામનગર ગ્રામ્ય માટે એમ બને ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે,ત્યારે કોંગ્રેસે આ બનેમા થી એક પણ નામની જાહેરાત ના કરતાં પણ ઉત્સુકતા વધી છે.અને કોના નામો પર મહોર લાગશે તેની કાર્યકરો,દાવેદારો અને આગેવાનો રાહ જોઈને બેઠા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.