mysamachar.in-
ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના વધુ ચાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. ભાજપ તરફથી આજે આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાળા પેટા-ચૂંટણી માટે બીજેપીએ જસા બારડને ટિકિટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ધારાસભ્ય પદે ગેરલાયક ઠરતા ચૂંટણી યોજાઈ રહી છે. તાલાળા બેઠક પર લોકસભાની સાથે જ ચૂંટણી યોજાશે.

ચાર ઉમેદવારના નામની જાહેરાત સાથે જ બીજેપીએ કુલ 23 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. બાકીના ત્રણ બેઠકમાં સુરત, અમદાવાદ પૂર્વ, સુરત અને મહેસાણા બેઠકનો સમાવેશ થાય છે,આજે ભાજપે ચાર બેઠક પર નામ જાહેર કર્યા છે તેમાં આણંદ બેઠક પરથી મિતેષ પટેલ,પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી,જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા જયારે છોટા ઉદેપુર બેઠક પરથી ગીતાબેન રાઠવાનું નામ જાહેર કર્યું છે,

પણ હજુ ક્યાંક ને કયાંક કોંગ્રેસ કઈક અવઢવમાં હોય તેમ જામનગર લોકસભા અને જામનગર ગ્રામ્ય પેટા સહિતના બીજા કેટલાય નામો ક્યારે જાહેર કરશે તેની પણ રાહ જોવાઈ રહી છે.
