Mysamachar.in-અમદાવાદ:
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં બંને મુખ્ય પક્ષો આ વખતે છાસ પણ ફૂકીને પી રહ્યા હોય તેમ એકીસાથે નહીં,પરંતુ ઉમેદવારોની યાદી કટકે-કટકે જાહેર કરી રહયા છે.ત્યારે આજે કોંગ્રેસે વધુ કેટલા નામો જાહેર કર્યા છે,જેમાં પોરબંદર લલિત વસોયા, બારડોલી તુષાર ચૌધરી, રાજકોટ લલિત કગથરા, પંચમહાલ વી.કે.ખાંટ, વલસાડ જીતુ ચૌધરી, જુનાગઢ પુંજાભાઈ વંશ, પાટણ જગદીશ ઠાકોરને લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે અગાઉ કોંગ્રેસે ૬ ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે વધુ ૭ ઉમેદવારના નામની જાહેરાત સાથે અત્યારસુધીમાં કુલ ૧૩ ઉમેદવારો જાહેર થયા છે અને બાકીના ૧૩ ઉમેદવારો અંગે ટૂંક સમયમાં કોંગ્રેસ જાહેરાત કરશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.