Mysamachar.in-જામનગર:
જયારે ચૂંટણીઓ આવે ત્યારે પક્ષોમાં રીસામણા અને મનામણા શરુ થાય,કોઈ પક્ષ છોડી ને જતું રહે કોઈ આવતું રહે,તો કોઈ અપક્ષ લડી જે પક્ષમાં હોય તેને જ નુકશાન પહોચાડવાનો પ્રયાસ પણ કરે..આવું જ થયું હતું ગત લોકસભાની ચુંટણીમાં જામનગર બેઠક પર..એ સમયે જામનગર ગ્રામ્ય બેઠકના પૂર્વ કોંગી ધારાસભ્ય વલ્લભ ધારવિયા તે સમયે તાલુકા ભાજપના પ્રમુખ હતા,પણ તેવોને લોકસભાની ચુંટણી સમયે કઈક માઠું લાગ્યું હતું,,

માઠું લાગતા ધારવિયાએ ૨૦૧૪મા ભાજપમા હોવા છતાં પણ લોકસભાની સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી,પણ આપને જાણી ને આશ્ચર્ય થશે કે જે વલ્લભ ધારવિયા જામનગર ગ્રામ્ય બેઠક પરથી ૨૦૧૭ ની ચુંટણીમાં રાઘવજી પટેલ ને હરાવી ને જીત મેળવી હતી,તે જ વલ્લભ ધારવિયાને ૨૦૧૪ લોકસભામાં માત્ર ૧૦૪૩ મતો જ મળ્યા હતા,.

જે બાદ ૨૦૧૭ વિધાનસભા વખતે તેનું નામ કોંગ્રેસ દ્વારા જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું તેવો ચુંટાયા અને તાજેતરમાં જ રાજીનામું આપી તેવો ફરી ભાજપમાં જોડાતા જામનગર ગ્રામ્ય બેઠક પર પેટાચુંટણી માટે પણ ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાશે.
