Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભા બેઠક અને જામનગર ગ્રામ્ય બેઠક પર જ્ઞાતિનું કાર્ડ ખેલીને ભાજપ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે,જેમાં લોકસભાની સીટ પર આહીર જ્ઞાતિમા થી પુનમબેન માડમ અને જામનગર ગ્રામ્ય બેઠક પરથી પાટીદાર સમાજ મા થી રાઘવજી પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી બે મુખ્ય વોટબેંક સહીતના મતોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી લીધો છે,

ભાજપે તો જામનગર લોકસભા અને જામનગર ગ્રામ્ય એમ બને સીટો માટે પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી,એવામા કોંગ્રેસના કોકડામા થી ગૂંચ છૂટતી ના હોય તેમ એટલા માટે લાગી રહ્યું છે,એક તરફ સ્થિતિ એવી છે કે કોંગ્રેસ જામનગર લોકસભા બેઠક પર કાયદાકીય ગૂંચ ના રહે તો હાર્દિક પટેલ ને ઉતારવાની પુરેપુરી તૈયારીમાં છે,તો સામે જામનગર ગ્રામ્ય બેઠક પર અલગ અલગ સમાજના ૩૫ દાવેદારો પોતાની દાવેદારી પેટાચુંટણીમા ટીકીટ માટે કરીને બેઠા છે,અને ત્યાં પણ જો બેલેન્સ ના રહે તો ગયાવખતની જેમ જ ભડકો થાય તેવી સ્થિતિ છે,

હવે જો કોંગ્રેસને સમાજોનું બેલેન્સ જાળવવું હશે તો કા તો હાર્દિક પટેલની ટીકીટ કાપવી પડશે અથવા જો હાર્દિક પટેલ ને ટીકીટ આપવી હોય તો જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના પાટીદાર સમાજમાં થી આવતા ઉમેદવાર રાઘવજી પટેલ સામે પાટીદાર સિવાય અન્ય કોઈ ઉમેદવારને ફીટ કરવો પડે તેવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ આવા કારણો ને લઈને જ કયાંક ને કયાંક નામો જાહેર કરવામાં છાશ પણ ફૂંક મારી ને પી રહી હોય તેમ લાગી રહ્યું છે.
