Mysamachar.in-જામનગર:
૧૦ માર્ચે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાંની સાથે બંને મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની તબક્કાવાર યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે, ત્યારે ગત સાંજે ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા લોકસભાના જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે,તેમાં જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ ને રીપીટ કરવામાં આવતા સમર્થકોમા ખુશીની લહેર જોવા મળી છે,

શિક્ષિત,યુવા અને પ્રતિભાશાળી ઉપરાંત સતત લોકસંપર્ક ધરાવતા પૂનમબેન માડમને ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે રીપીટ કરવામાં આવ્યા છે, જામનગર અને માડમ પરિવારને રાજકારણ સાથે બહુ જ જુનો સંબંધ છે, બબ્બે ટર્મથી સાંસદ તરીકે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવતા કૌટુંબિક કાકા એવા વિક્રમ માડમને એક જ ઝાટકે પોણા બે લાખ મતોથી મ્હાત આપનાર માડમ પરિવારની દીકરી પૂનમબેનની એન્ટ્રી રાજકારણ મા થાય તે પૂર્વે તેવો પોતાના પિતા સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટથી જામનગર લોકસભા સીટના લોકો સાથે જોડાયેલા હતા,અને તેવો અનેકવિધ પ્રવૃતિઓ થકી સતત લોકસંપર્કમા આવવા લાગ્યા હતા,

પૂનમબેન કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ હતા,પણ પૂનમબેનનો રાજકીયઝંપ ત્યારે શરૂ થયો જયારે તેવો ૨૨ નવેમ્બર ૨૦૧૨ના દિવસે જામનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોચ્યા અને જ્યાં તેવોએ કોંગ્રેસના પ્રાથમિકસભ્ય પદેથી રાજીનામું આપી અને ભાજપનો ખેસ ધારણ કર્યો, ભાજપનો ખેસ ધારણ કર્યાના કલાકોમાં તે જ દિવસે વિધાનસભાની ટીકીટોની ઘોષણા ભાજપ દ્વારા કરવામાં આવી જેમાં પુનમબેનને ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા,

પૂનમબેન આ વિસ્તારના લોકો માટે પણ જાણીતો ચહેરો જ હતો,અને પેહલી જ વખત વિધાનસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન ૩૮૦૦૦ મતોથી વિજેતા થયા અને તેવોની ધારાસભ્ય તરીકેની કામગીરી નો પ્રારંભ થયો હતો ત્યાં જ લોકસભાની ચુંટણી આવી અને પૂનમબેનને માડમ સામે માડમ ઉતરશે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું અને તે વાતમાં તથ્ય પણ ત્યારે સામે આવ્યું જયારે ૨૦૧૪ લોકસભા માટે પૂનમબેન માડમનું નામ કૌટુંબિક કાકા વિક્રમ માડમ સામે જાહેર કરવામાં આવ્યું,


જે બાદ લોકસભાનું મતદાન પણ થયું અને પુનમબેન માડમ જંગી કહી શકાય તેવી પોણા બે લાખ મતોની સરસાઈથી વિજેતા બન્યા,પાછલા પાંચ વર્ષના સમયગાળામાં પૂનમબેન માડમે જામનગર સંસદીય મતવિસ્તાર હેઠળના અનેક મહત્વના અને પાયાના કહી શકાય તેવા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી અને જબરી લોકચાહના મેળવી છે,અને એટલે કે કદાચ તમામ અટકળો અને સર્વેના અંતે વધુ એક વખત પૂનમબેન માડમનું નામ જામનગર લોકસભા બેઠક પરથી રીપીટ કરવામાં આવ્યું છે,ત્યારે હજુ સામે પક્ષે કોંગ્રેસ પક્ષ ક્યાં ઉમેદવારને મેદાને ઉતારશે તે નક્કી નથી,પણ આ વખત જામનગર લોકસભા સીટ પર રાજ્યની નજર રહેશે તે વાત નિશ્ચિત છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.