Mysamachar.in-જામનગર:
લોકસભાની ચૂંટણીને લઇને જામનગર જિલ્લામાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.તેવામાં મર્યાદિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો વચ્ચે હાર્દિક પટેલ અને વિક્રમ માડમે જામનગર લોકસભાની ચૂંટણીને લઈને કેટલાય મુદ્દાઓ પર પોતાની હૈયાવરાળ ઠાલવી હતી,

જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં રોજગારીના અને ખેડૂતોના ઘણા પ્રશ્નો છે.ખેડૂતોને પાણી મળતું નથી અને કંપનીને પાણી મળે છે, કોઈ મોદી લહેર ના હોવાની વાત કરી માત્ર પૈસા અને કંપનીની હવા છે. આથી જ ભાજપ કાવાદાવા કરીને મારી ચૂંટણી લડવા અંગેની અરજીને લઈને તારીખ પે તારીખ પડે છે તેવો આક્ષેપ કર્યો હતો,

જ્યારે વિક્રમ માડમને આજે ચોખવટ કરવી પડી કે, હાર-જીત તો થયા રાખે હું હાર્દિક પટેલ સાથે જ છું, પરંતુ છેલ્લે વિક્રમ માડમના કારણે મારી હાર થઈ છે તેવુ કોઈ આડા પાટે ન ચડાવે તેવી હાર્દિકને ઉદેશી પોતાનો પક્ષ પણ અગાઉ જ રજૂ કરી દીધો હોય તેવું લાગ્યું અને વધુમાં કંપનીને ટાર્ગેટ કરતા વિક્રમ માડમે કહ્યું કે, કંપનીના ઇશારે છેલ્લી લીટી લખાશે કે વિક્રમ માડમના કારણે કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે, આવું ના થાય તે જોવાનું રહ્યું. આમ અગાઉથી જ વિક્રમ માડમે લોકસભાની ચુંટણીમાં હાર-જીતને લઈને ભવિષ્યવાણી કરી પોતાનો પક્ષ રાખ્યો હતો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.