Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાના કોંગ્રેસમાંથી સંભવિત ઉમેદવાર એવા હાર્દિક પટેલ આજે જામનગરની મુલાકાતે આવ્યા ત્યારે તેમની સાથે જામનગર ગ્રામ્ય બેઠક માટે જેવોએ દાવેદારી કરેલ છે,કોંગ્રેસ પક્ષના વકીલ દિલીપસિંહ જાડેજા એ પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી,

જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસમાંથી ઉમેદવારની પસંદગી બાબતે હાલ તો દિલીપસિંહ જાડેજાનુ નામ આગળ ચાલી રહ્યું છે,તેવામાં આજે કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને આ વિસ્તારને લગત જ્ઞાતિગત સમીકરણોને આધારે કઈ રીતે ચૂંટણી જીતી શકાય તે અંગેની ચર્ચા બન્ને આગેવાનો વચ્ચે થઇ હતી, ક્યારે બંને નેતાઓની સૂચક મુલાકાતથી નવા રાજકીય સમીકરણો સામે આવ્યા છે,અને જામનગર ગ્રામ્ય બેઠક પર દિલીપસિંહ જાડેજા જ્યારે દાવેદારી નોંધાવી છે ત્યારે આ મુલાકાત ઘણું બધું કહી જાય છે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.