mysamachar.in-જામનગર:
જામનગર શહેર ના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ આજે જામનગરની મુલાકાતે હતા,ત્યાં તેવોએ રાજ્યના ખેડૂતોના અલગ અલગ પણ મહત્વના કેટલાય મુદાઓ પર મીડિયા સાથે વાતચીત કરી છે,રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં થી અલગ અલગ ઝણસો ને મુખ્યમંત્રી ભાવાંતર યોજના હેઠળ ખરીદ કરવાની માંગ ઉઠી છે,ત્યારે આ મામલે રાજ્યના કૃષિમંત્રી એ કહ્યું કે હાલમાં ભાવાંતર યોજના ગુજરાતમાં એટલા માટે અસંભવ છે કે આ યોજના ની અમલવારી કરતાં પૂર્વે આ યોજના માટે રાજ્યસરકાર દ્વારા એપીએમસીઓ ના પ્રતિનિધિઓ સહિતના અધિકારી કર્મચારીઓ નું એક અલગ માળખું તૈયાર કરવું પડે જે હાલના તબક્કે અસંભવ હોય આ યોજના હાલમાં શક્ય બનાવી શકાય તેવી સ્થિતિ નથી,
પણ મધ્યપ્રદેશમાં આ યોજના હાલ અમલી જોવાનું જણાવી ને આ યોજનાના અભ્યાસ માટે રા.સરકારની ટીમો એમ.પી પણ ગઈ હતી ઉપરાંત ગુજરાતમાં તે અભ્યાસ બાદ મુખ્યમંત્રી ભાવાંતર યોજના અમલી બનાવવા માટે ઉચ્ચ કક્ષાની બે બેઠકો પણ યોજાઈ ગઈ છે,જે આવનાર દિવસોમાં આ યોજના સંભવિત હોવાનો કૃષિમંત્રી એ જણાવ્યું હતું,
તો રાજ્યમાં બીજા તબક્કામાં જાહેર થયેલ અછતગ્રસ્ત તાલુકાઓની યાદી ને લઈને ઉઠી રહેલા વિરોધ મુદ્દે ફળદુ એ કહ્યું કે કેન્દ્રસરકારના અછતના ચાર માપદંડો નક્કી કરવામા આવ્યા છે,જેને આધારે અછતની વ્યાખ્યા નક્કી કરવામા આવે છે જેમાં એક માત્ર વરસાદના આંકડાઓ ને જ લક્ષ્યમાં રાખવામાં નથી આવતા પરંતુ વરસાદના આંકડા સાથે જમીનમાં ભેજનું પ્રમાણ,ઉત્પાદન,અને ભૌગોલિક પરિસ્થિતિઓ ને પણ ધ્યાને લઈને અછતની વ્યાખ્યા ભારત સરકારના નિયમો મુજબ નક્કી થતી હોવાનું ફળદુ એ જણાવ્યું હતું.
ખેડૂતોના આપઘાત મામલે શું બોલ્યા મંત્રી..
જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લા ઉપરાંત રાજ્યમા છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના આપઘાત અને આપઘાતના પ્રયાસના મામલે જયારે ફળદુ ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ મામલે વાતને વાળી લઈને રાજ્યમાં જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી ખેડૂતોને પુરતી વીજળી,પાણી,પાણી ના સંગ્રહ કરવાના સાધનો ઉભા કરી ખેડૂતોના પાયાના પ્રશ્નો માટે સરકારે કામ કર્યું હોવાની વાત કરી,ત્યારે અગાઉની સરકારથી માંડી ને લોકોને હાથપગથી કામ તેવા સરકારના પ્રયાસો હોવા જોઈએ,સમાજ જીવનમાં ખેડૂત નહિ પણ કોઇપણ વ્યક્તિ આપઘાત કરે તે બાબત ખુબ દુખદ છે
ક્રોપ કટિંગ ના મામલે શું કહ્યું મંત્રીએ..
જમીનમાપણી બાદ હવે ક્રોપકટિંગ નો વિવાદ પણ વકરે તો નવાઈ નહિ,રાજ્યમાં હાલ ક્રોપ કટિંગ ની કાર્યવાહી તો શરૂ થઇ ગઈ છે,પાક અખતરા મુદે મુખ્યપાકો માટે ગામે ગામ અખતરા લેવામાં આવી રહ્યા છે અને ગૌણપાક માટે નિયમમુજબ ઓછા અખતરા લેવાઈ રહ્યા છે,ત્યારે ખેડૂતોમાં થી રજુઆતો મળતા વીસ જેવા વધુ અખતરાઓ લેવામાં આવી રહ્યા હતા પરંતુ આ અખતરા ઓછા લેવામાં આવે તે સાથે પણ સરકાર સહમત હોવાનું મંત્રી એ કહ્યું.