જામનગર મહાનગરપાલિકામા આગામી અઢીવર્ષ માટે હોદેદારોની વરણી ગઈકાલે પક્ષના વ્હીપ પ્રમાણે કરવામાં આવી…જેમાં મેયરપદે હસમુખ જેઠવા,ડેપ્યુટીમેયરપદે કરશન કરમુર,સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુભાષ જોશી,શાશકપક્ષ ના નેતાપદે દિવ્યેશ અકબરી અને દંડક તરીકે જડીબેન સરવૈયા ની વરણી થઇ છે…સ્વાભાવિક જ હોદેદારોની વરણી થાય એટલે તેના સમર્થકો અને મિત્રવર્તુળો દ્વારા તેમના નીકટના હોદેદારને અલગ અલગ માધ્યમોથી શુભકામનાઓ પાઠવતા હોય છે..ત્યારે આ જ રીતે ગઈકાલે જામનગર શહેર ભારતીયજનતા પાર્ટીના ઉપપ્રમુખ અને પૂર્વડેપ્યુટી મેયર ગોપાલ સોરઠીયા એ પણ સોશિયલમીડિયાના માધ્યમથી નવા વરાયેલ હોદેદારોને શુભકામનાઓ તો પાઠવી પણ તેનાથી કદાચ ભૂલ એ થઈ ગઈ કે તેને પાઠવેલ શુભકામનાઓમા શાશકપક્ષના નેતા દિવ્યેશઅકબરીના ફોટોગ્રાફ્સ નીચે પોતાનું નામ એટલે કે ગોપાલ સોરઠીયા લખાયેલું જોવા મળ્યું..હવે આ જાણીજોઈને થયું કે પછી કેમ???આવું થતા થોડોસમય પૂરતું તો અસમંજસભર્યું વાતાવરણ સર્જાયું હતું..અને મનપાના શાશકપક્ષ નેતા કોણ ગોપાલ સોરઠીયા કે પછી દિવ્યેશ અકબરી????પણ બાદમાં ગોપાલ સોરઠીયા દ્વારા શુભકામના પાઠવવા તૈયાર કરેલ ફોટોગ્રાફ્સમાં થયેલ ભૂલ સુધારી હોવાનું પણ સામે આવ્યું હતું..