Mysamachar.in:ગુજરાત
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ ત્રણ જિલ્લાઓમાં એસીબીની ટ્રેપ થઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેમાં પોલીસકર્મી, હોમગાર્ડ જવાન, અને વન વિભાગનો કર્મચારી સહીતના લાંચના નાણા લેતા એસીબીને હાથ ઝડપાઈ જતા ધોરણસરની કાર્યવાહી થઇ છે. પ્રથમ ટ્રેપની વાત કરીએ તો ખેડા જીલ્લાના સેવાલિયા પોલીસ મથકમાં એક વ્યક્તિના મિત્ર સામે સુલેહ ભંગનો કેસ થયો હતો. જેની તપાસ સેવાલિયા પોલીસ મથકના એ.એસ.આઇ રમેશ ભેમાભાઈ ડાભી કરતા હતા. લાંચીયા એ.એસ.આઈ. રમેશ ડાભીએ આ વ્યક્તિના મિત્રને અટકાયત કરી જામીન પર છોડવા માટે રૂપિયા 1 હજાર લાંચ પેટે લીધા હતા.
આ સાથે લાચીયા એ.એસ.આઇ રમેશ ડાભીએ આ બાબતે આ વ્યક્તિના મિત્રને વધુ હેરાનગતિ નહીં કરવા માટે બીજા રૂપિયા 2 હજાર લાંચ પેટે માંગ્યા હતા વધુ લાંચ આપવા ન માંગતા આ વ્યક્તિએ નડિયાદ જીલ્લા એસીબીનો સંપર્ક સાધી ફરિયાદ કરી હતી. જેના પગલે નડિયાદ એસીબીએ છટકું ગોઠવી સેવાલિયા પોલીસ સ્ટેશન બહારના ભાગેથી લાંચિયા એ.એસ.આઇ રમેશ ભેમાભાઈ ડાભીને રૂપિયા 2 હજારની લાચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
તો બીજી ટ્રેપની વિગતો એવી છે કે વલસાડ જિલ્લાના વાપી GIDC ચાર રસ્તાથી UPL બ્રિજ તરફના સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલી ટ્રકના ચાલક પાસે લાયસન્સ અને ટ્રકના જરૂરી ડોક્યુમેન્ટ જમા કરી ટ્રક પાર્કિંગ કરવા બાબતે કોઈ કાર્યવાહી ન કરવા GIDC પોલીસના હેડ કોસ્ટબલે રૂ.3 હજારની લાંચની માંગણી કરી હતી. GIDC પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપી GIDC ચાર રસ્તાથી UPL કંપની તરફ જતા સર્વીસ રોડ ઉપર ટ્રક પાર્ક કરી હતી. વાપી GIDCના હેડ કોન્સ્ટેબલે ટ્રકના ડ્રાયવર પાસેથી ટ્રકના કાગળો તથા ડ્રાયવરનું લાયસન્સ લઇ લીધું હતું. ત્યારબાદ GIDCના હેડ કોન્સ્ટેબલે ટ્રકના ડ્રાઈવર તથા ક્લીનરની વાપી ચાર રસ્તા બ્રિજ નીચે બોલાવી કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલ પેટે રૂા.3 હજારની લાંચની માંગણી કરી હતી. જેથી ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે વલસાડ ACBમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકાનું આયોજન કરતા આ કામના આરોપીઓએ ડીકોયર પાસે લાંચની માંગણી કરી હતી. વાપી GIDCના હેડ કોસ્ટબલ સાગરભાઈ રણજિતભાઈ ડોડીયા ના કહેવા ઉપર વાપી GIDCના હોમગાર્ડ આશિષ અમરનાથ પાલે વાપી GIDC પોલીસના ઇન્વે ઓફીસ બહાર લાંચ સ્વીકારી હતી. વલસાડ ACBની ટીમે બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
તો ત્રીજી ટ્રેપ થઇ તેની વિગતો એવી છે કે કચ્છ જીલ્લાના ગાંધીધામમાં અમદાવાદ એસીબીએ સફળ ટ્રેપ કરી છે, આ કેસમાં ફરીયાદીનના લાકડાના ગોડાઉનમાં મંજુરી વગર અને ગેરકાયદે માલ રાખ્યો હોવાનું કહીને 1 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી અને ગોડાઉનમાં તપાસ બાદ ફરિયાદ અને સીલ ના કરવાની કાર્યવાહીના કરવા બદલ એક લાખની લાંચની માગણી કરનાર આર.એફ.ઓ જે.બી.ઝીન્ઝાળા અને તેના વતી નાણા સ્વીકારનાર ધવલ પ્રજાપતિને એસીબીએ ઝડપી પાડ્યા છે.






