Mysamachar.in:ગુજરાત
રિઝર્વ બેન્ક દ્વારા ઓનલાઈન મની ટ્રાન્સફર સંબંધે નવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આ દિશાનિર્દેશ ખાસ કરીને યૂઝર્સ KYC સંબંધિત છે. રિઝર્વ બેન્કે જાહેર કર્યું છે કે, મની ટ્રાન્સફર મામલે ઓનલાઇન નાણાં મોકલનાર તથા મેળવનાર બંનેએ પોતાની સ્પષ્ટ, સંપૂર્ણ અને સચોટ વિગતો આપવાની રહેશે. રિઝર્વ બેન્કે અન્ય નાણાંકીય સંસ્થાઓ સહિત તમામ બેન્કોને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે અથવા ઘરઆંગણે, ભારતમાં ઈલેક્ટ્રોનિક રીતે એટલે કે ઓનલાઇન મની ટ્રાન્સફર મામલે પૈસા મોકલનાર તથા મેળવનાર બંનેની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવે. આ દિશાનિર્દેશ KYC સંબંધે છે.
જો કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ધરાવતાં યૂઝર્સ તથા પ્રિ-પેઈડ ચૂકવણી વિકલ્પ ધરાવતાં ઓનલાઇન લેવડદેવડનાં કિસ્સાઓમાં આ દિશાનિર્દેશ લાગુ પડશે નહીં, એવી સ્પષ્ટતા પણ બેંક દ્વારા કરવામાં આવી છે. આ દિશાનિર્દેશ નાણાંકીય કાર્યબળ એસટીએફ નાં સૂચનોને અનુરૂપ હોવાનું પણ જાહેર થયું છે.






