Mysamachar.in:ગુજરાત
FSSAIની સૂચનાઓને આધારે રાજ્ય સરકારે કાલે સોમવાર, પહેલી મે થી અમલમાં આવે તે રીતે લેબલિંગ અને ડિસ્પ્લે નિયમોમાં કેટલાંક ફેરફારો જાહેર કર્યા છે. દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરોએ આ ફેરફારો જાણવા જરૂરી છે. સરકારે જાહેર કર્યું છે કે, હવે ખાદ્ય પદાર્થોનાં પેકેટસ પર બેસ્ટ બિફોર તારીખ નહીં પણ એક્સપાયરી તારીખ છાપવી પડશે. છપાયેલાં સ્ટોક માટે નિયત ફી ભરવાની થશે અને જરૂરી મંજૂરી પણ મેળવવાની રહેશે.
ત્રણ મહિનાથી ઓછી શેલ્ફ લાઈફ ધરાવતાં ખાદ્ય પદાર્થોનાં લેબલ પર ઉત્પાદન કર્યાની વિગતો DD/MM/YY ફોર્મેટમાં દર્શાવવાની રહેશે. જયારે ત્રણ મહિનાથી વધુ શેલ્ફ લાઈફ ધરાવતાં ખાદ્ય પદાર્થોનાં લેબલ પર અંગ્રેજી મહિનાનાં પ્રથમ ત્રણ અક્ષર કેપિટલમાં તથા વર્ષ પણ લખવાનું રહેશે. અથવા તો, DD/MM/YY ફોર્મેટમાં તાત્કાલિક અસરથી છાપવાનું રહેશે.






