Mysamachar.in-ગુજરાત:
ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે પીવાના શોખીન એવા કેટલાક ગુજરાતીઓ દીવ, દમણમાં ફરવા ઉપડી જતા હોય છે. તેનું કારણ ફરવુ નહિ પણ દારૂ હોય છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દારૂમુક્તિ છે. ગુજરાતનો એક એવો મોટો વર્ગ છે દારૂ પીવા દીવમાં જતો હોય છે. ત્યારે જ આજથી ત્રણ દિવસ દીવ જવાના હોય તો પ્લાન કેન્સલ કરી નાંખજો. કારણ કે દીવમાં ત્રણ દિવસ દારૂબંધી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં 5 જુલાઈથી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દીવમાં આજથી એટલે કે 5 જુલાઈથી 8 જુલાઈ સુધી દારૂબંધી લાગુ કરવામા આવી છે. દીવ નગરપાલિકાની ચૂંટણીને લઈને આ પ્રતિબંધ મૂકાયો છે. એટલે કે આ ત્રણ દિવસોમાં દીવમાં દારૂ નહિ વેચી શકાય. તમામ દુકાનો બંધ રાખવામા આવશે. દીવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આગામી 7 જુલાઈએ મતદાન થશે અને 9 જુલાઈએ મતદાન થતા પરિણામો જાહેર થશે. ગત તારીખ 20 જૂનથી આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે જો તમે પણ દારૂ પીવાના ઈરાદે દીવ જવાનું આયોજન કર્યુ હોય તો માંડી વાળજો, નહિ તો ત્યાં જઈને પસ્તાશો. દીવની ચૂંટણીને લઈને આચાર સંહિતા લાગુ કરવામા આવી છે.






