My samachar.in:ગુજરાત
લાંચિયાઓનો રાજ્યમાં તૂટો નથી હજુ તો ગઈકાલ સાંજની વાત છે કે જામનગર મનપાના વિપક્ષ ઉપનેતા અને વચેટીયો દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા ત્યાં જ વધુ બે એસીબીની ટ્રેપ પણ ગઈકાલે રાજ્યમાં થઇ છે, જેમાં પ્રથમ ટ્રેપની વાત કરવામાં આવે તો સુરતમાં ફરીયાદી હિરા ઘસવાની મજુરી તથા છુટક દારૂ વેચવાનો ધંધો કરતા હોય, ફરીયાદી ગઇ તા.13.03.2022ના રોજ રેલ્વેસ્ટેશન પર દારૂ લેવા માટે ગયેલ ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રણ પેટી લઇ રેલ્વે સ્ટેશન બહાર આવેલ રેલ્વે કોલોનીમાં આવતા વરાછા પો.સ્ટે.માં ફરજ બજાવતા આરોપી હેડ કોન્સ્ટેબલ રામદેવસિહ દાદુભા તથા વરાછા પો.સ્ટે.નો સ્ટાફએ દારૂ સાથે ફરીયાદીને પકડેલ અને વરાછા પો.સ્ટે.માં લઇ ગયેલ અને પો.સ્ટે.માં ફરીયાદીના પિતાને ફોન કરી બોલાવેલ તેઓને પણ સર્વેલન્સ સ્ટાફની ઓફીસમાં બેસાડી રાખેલ અને જે તે વખતે રૂપીયા 2 લાખની લાંચની માંગણી કરેલ
પરંતુ રકઝકના દોઢ લાખ આપવાનું નકકી કરેલ અને ફરીયાદીના પિતા પાસે જે તે વખતે રૂપિયા 1 લાખ આરોપીએ લીધેલ અને ફરીયાદીના પિતાને જવા દીધેલ તે પછી ફરીયાદી ઉપર દારૂનો કેસ કરેલ અને બીજા દિવસે કોર્ટમાં રજુ કરતા જામીન ઉપર છુટેલ તે દિવસે સાંજના ફરીયાદીના પિતાના મોબાઇલ નંબર ઉપર આરોપીના રીક્ષા ડ્રાઇવર અશોકભાઇ મારફતે ફોન કરાવી બાકી નીકળતા રૂપીયાની માંગણી કરતા ફરીયાદીએ આરોપીના મળતીયા રીક્ષા ડ્રાઇવર અશોકભાઇને રૂપીયા 45000 આપેલ હતા,
ત્યારબાદ એસીબીમાં ઝડપાયેલા પોલીસકર્મી રામદેવસિંહ દાદુભાએ ફરીયાદી પાસે રૂપીયા 5000 તથા સાહેદનું નામ નહિ ખોલવા રૂપીયા 15000 મળી કુલ રૂપીયા 20,000ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી 20 હજારની લાંચની માંગણી કરી સ્વીકારતા ઝડપાઈ ગયેલ હતો.
જયારે લાંચના બીજા કિસ્સામાં અમદાવાદમાં એક ઓપરેટર મહિલા લાંચ લેતા ઝડપાઈ ચુકી છે, ફેમીદાબાનુ અબ્દુલભાઇ વ્હોરા, સરખેજ અર્બન હેલ્થ સેન્ટરના આયુષ્યમાન કાર્ડના ઓપેરટર, સરખેજ, અમદાવાદ તેણીએ આ કેસના ફરીયાદી પાસે તેઓનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે કે જે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે કોઇ સરકારી ફી લેવાની રહેતી ન હોવા છતાં આ કામના આરોપીએ ફરીયાદી પાસે તેઓનું આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે ગેરકાયદેસર રીતે 200ની લાંચની માંગણી કરેલ, પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ, જે અનુસંધાને લાંચના છટકાનુ આયોજન કરેલ જે લાંચના છટકા દરમ્યાન લાંચની રકમ 200 રૂપિયા લેતા ઝડપાઈ ચુકી હતી.