Mysamachar.in-ગુજરાત
રાજ્યમાં નવી સરકાર આવી, અગાઉની સરકારની જેમ આ સરકાર પણ ભલે ભ્રષ્ટાચાર મુક્તિના દાવા કરે પણ દિનપ્રતિદિન લાંચિયા બાબુઓની સંખ્યા સતત ને સતત વધી રહી છે, એવામાં રાજ્યમાં ગઈકાલે એક જ દિવસમાં લાંચના બે કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં એક સરપંચ દોઢ લાખની લાંચ લેતા ઝડપાયો છે તો ASI 5000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે,
સૌ પ્રથમ જનપ્રતિનિધિ એવા સરપંચે સ્વીકારેલ લાંચની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકાના બાવસર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ કુમાર ગાભાજી પરમારે આ કેસના ફરીયાદીએ બાવસર ગૃપ ગ્રામ પંચાયતની હદમાં લોખંડની ફેકટરી બનાવેલ હોય જેની બાંધકામ રજાચીઠ્ઠી ગામના સરપંચે ફરીયાદીને આપવા સારૂ લાંચની માંગણી કરેલી તે સમયે ફરીયાદીની વિનંતીથી આરોપી સરપંચે બાંધકામની રજાચીઠ્ઠી ફરીયાદીને આપેલી પરંતુ ત્યારબાદ અવારનવાર રજાચીઠ્ઠી આપવા બદલ સરપંચે ફરીયાદી પાસે લાંચની માંગણી ચાલુ રાખેલ અને જો લાંચ નહી આપવામાં આવે તો ફેકટરીની આકારણી વધારે કરી આર્થિક નુકશાન પહોચાડવાની ધમકી આપી રૂ. 1,50,000ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં લાંચ સ્વીકારતા એસીબીને હાથ ઝડપાઈ ચુક્યા હતા,
જયારે બીજા કેસની વાત કરવામાં આવે તો ગાંધીનગર જીલ્લાના પેથાપુર પોલીસ મથકના ઉનાવા આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. હસમુખભાઇ અંબાલાલ શર્મા આ કેસના ફરીયાદીના પત્ની તેઓના પિયર મહારાષ્ટ્ર ખાતે તેઓની મરજીથી ગયેલ હતા આ અંગેની જાણ ફરીયાદીની સાળીને થયેલ અને ફરીયાદી અને તેમની સાળી વચ્ચે અણબનાવ હોય જેથી ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના સાળીએ ઉનાવા આઉટ પોસ્ટમાં રૂબરૂ જઈ ફરીયાદીના પત્ની ગુમ થયેલ છે તેવી જાણવા જોગ અરજી આપેલ જેની તપાસ આ કામના આરોપી કરતા હતા અને તેઓએ ફરીયાદીને ઉનાવા આઉટ પોસ્ટ બોલાવી તમારી પત્ની ગુમ થયેલ છે તે બાબતે પુછપરછ કરી નિવેદન લીધેલ જેમાં ફરીયાદીએ નિવેદનમાં જણાવેલ કે મારી પત્ની ગુમ થયેલ નથી અને મારી પત્ની તેની મરજીથી તેના પિયરમાં ગયેલ છે.
અમારે પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ બનેલ નથી તેવી વિગત ASIને નિવેદનમાં જણાવેલ બાદ ફરીયાદીના પત્ની પોતાના પિયર થી પરત આવતા ફરીયાદી તથા તેમના પત્ની તથા તેમના સાળી પેથાપુર પો.સ્ટે. ખાતે ગયેલ આ કામના આરોપીને મળેલ અને સદર અરજી બાબતે આરોપીએ સમાધાન કરાવેલ અને અરજી ફાઇલે કરવા સારુ ASI એ ફરીયાદી પાસે પ્રથમ રૂ.20,000 ની લાંચની માંગણી કરેલ અને ફરીયાદી સાથે રકઝકને અંતે રૂ.5,000 લાંચપેટે આપવાના નક્કી કરેલા જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય એસીબી ટોલ ફ્રી નંબર-1064 ઉપર સંપર્ક કરી એસીબી ખાતે ફરિયાદ આપતાં ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આરોપી ASIએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 5,000ની માંગણી કરી, સ્વીકારતા એસીબીને હાથ ઝડપાઈ ગયા હતા.






