Mysamachar.in-ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે કેટલીય જાહેરાતો તો કરવામાં આવે છે પણ આ જાહેરાતો કરવા પાછળનું પ્લાનિંગ ક્યાંક ને ક્યાંક અમુક આયોજનોમાં ના હોવાનું પણ સામે આવે છે, થોડા સમય પૂર્વે સરકારે 18 વર્ષ થી 45 વર્ષના વયજૂથના લોકો માટે કોવીડ રસીકરણની જાહેરાત કરી હતી તેમાં પણ એક તબક્કે પારોઠના પગલા થયા હતા, એવામાં ગઈકાલે વધુ એક વખત સરકાર દ્વારા આજે અને આવતીકાલે એમ બે દિવસ કોવીડ રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેમાં સરકારી યાદી જોઈએ તો રાજયમા ચાલી રહેલ Covid-19 માટેનુ રસીકરણ આગામી બે દિવસો એટલે કે ગુરુવાર અને શુક્રવાર તા 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું છે. જેની સર્વે પ્રજાજનોએ નોંધ લેવા રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયુ છે.
હવે આરોગ્ય વિભાગે આ જાહેરાત તો કરી પણ ક્યાં કારણોસર કોવીડ 19 રસીકરણ બંધ તે જણાવ્યું નથી ત્યારે સમગ્ર રાજ્યમાં આમ તો ગઈકાલ થી જ જોઈએ તો ત્રણ દિવસ અને આજથી જોઈએ તો બે દિવસ બંધ રહેશે એટલે જે લોકો કોવીડ વેક્સીન લેવા માંગે છે તેવા લોકોએ હજુ 48 કલાક જેટલો સમય રાહ જોવાની રહેશે.






