Mysamachar.in-રાજકોટ:આણંદ:
હાલનો સમય સોશ્યલ મીડિયા અને એન્ડ્રોઇડ ફોનનો છે,એમાંય ખાસ કરીને આજના યુવાઓને એક મીનીટ પણ ઈન્ટરનેટ કે ફોન વિના ચાલતું નથી,તેના અનેક કિસ્સાઓ રોજબરોજ આપણી આસપાસ જોવા મળતા હોય છે,ત્યારે રાજ્યમાં બે એવા કિસ્સાઓ સામે આવ્યા છે,જે ચોંકાવનારા છે,જેમાં એક કિસ્સામાં તો મોબાઈલની લતને કારણે એક યુવતી પોતાનું ઘર સુદ્ધા છોડી દે છે તો બીજા કિસ્સામાં સોશ્યલ મીડિયા થકી પ્રેમમા પડેલા યુવકને સગીર પ્રેમિકાના પિતા પોતાના કારખાનામાં બોલાવી અને ધોકાવી નાખે છે,
જો પ્રથમ કિસ્સાની વાત કરવામાં આવે તો સોશ્યલ મીડિયા થકી તરુણીને યુવક સાથે પ્રેમ થયા બાદ પિતાએ પુત્રીના પ્રેમીને કારખાનામાં પુરીને ઢોર માર માર્યો હતો.રાજકોટના જયનગર વિસ્તાર નજીક રહેતા દિવ્યેશ નામના યુવકને પ્રેમિકાના પિતા ચંદ્રેશભાઈ અને સહિતના અન્ય ઇસમોએ ભેગા મળીને કારખાનામાં પુરી પાઈપ, ધોકા વડે ઢોરમાર માર્યાની ઘટના અંગેની ફરિયાદ આજીડેમ પોલીસમથક સુધી પહોચી છે,
દિવ્યેશને ચંદ્રેશભાઈની 14 વર્ષીય પુત્રી સાથે ફેસબુક મારફતે સંપર્ક થયો હતો.પહેલા બંને વચ્ચે મિત્રતા કેળવાઈ સંપર્ક વધતા પ્રેમ પાંગર્યો હતો. દિવ્યેશ નાબાલીક પ્રેમિકાને બાઈક પર ચોટીલા ફરવા લઈ ગયો હતો. જે અંગે તરૂણીના પિતા ચંદ્રેશભાઈને ખ્યાલ આવી જતા દિવ્યેશને ચંદ્રેશભાઈએ વાત કરવાના બહાને ગોંડલ રોડ નજીક કારખાના પર બોલાવી અને માર માર્યો હતો,
તો બીજા કિસ્સામાં આણંદમા સામે આવ્યો છે,જ્યાં 20 વર્ષીય યુવતીએ પિતાના ઠપકાથી ઘર છોડ્યા બાદ આત્મમંથન થઇ જતા તે પરત ઘરે આવી હતી.આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.પરંતુ કેટલાક સમયથી મોબાઇલમાં વધુ ધ્યાન આપતી હોવાથી તેના અભ્યાસ પર અસર થતી હોવાનું પિતાને લાગતાં ગત 23મીના રોજ યુવતી તેના મિત્ર સાથે સોશ્યલ મીડિયા પર ચેટ કરી રહી હતી. ત્યારે પિતાએ તેને મોબાઈલનો બહુ ઉપયોગ ન કરાય, તેવા પિતાના ઠપકાથી તેને માઠું લાગ્યું હતું.અને તે ઘર છોડીને બહાર જતી રહી હતી,
અંતે તેણીને ભાન થઇ જતા તે ઘરે પરત ફરી જતા પરિવારજનો એ હાશકારો અનુભવ્યો હતો,આમ આજના સમયમાં મોબાઈલ અને સોશ્યલ મીડિયાનો વધી રહેલો ઉપયોગ કયારેક કેટલાક પરિવારો માટે ચિંતાનો વિષય પણ બની જાય છે.