Mysamachar.in-
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને જાતિગત સમીકરણો ના આધારે એકબીજા સમાજ બંને પક્ષોને દબાણ કરીને પોતાના સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે માંગણી કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં શાંત અને વેપારી વર્ગમાં જેની ગણના થાય છે તેવા લોહાણા સમાજે પણ ભૂતકાળમાં રાજકીય ક્ષેત્રે સ્પષ્ટ છબી સાથે પ્રતિનિધિત્વ આપ્યું છે તો વર્તમાન સમયમાં આ સમાજને રાજકારણના હાસિયામાં ધકેલી દેવા ની લાગણી અનુભવાઇ રહી છે,
ગુજરાતમાં વેપાર ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે લોહાણા સમાજ ટોચ પર છે અને આ વેપારી કોમ સામાન્ય રીતે કોઈને નડતી નથી તેવી છાપ છે,છેલ્લા દાયકાઓમાં લોહાણા સમાજ ઉજળીયાત વર્ગ ની પાર્ટી ગણાતા ભાજપના સમર્થન તરફ ઝોક રહ્યો છે તો હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને લોહાણા સમાજ ને પણ ક્યાંકને ક્યાંક અન્યાય થઈ રહ્યો હોવાનું યુવાવર્ગને અનુભવ થઈ રહ્યો છે,
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ માંથી લોહાણા સમાજના પ્રતિનિધિ તરીકે નીમાબેન આચાર્ય ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે છતાં મંત્રીમંડળમાં સ્થાન ન આપીને અવગણના કરવામાં આવી રહી હોવાનું જામનગરના ભરતભાઈ ને લાગી રહ્યું છે અને જૂનાગઢથી વર્ષોથી ધારાસભ્ય તરીકે સેવા આપતા મહેન્દ્રભાઈ મશરૂ આ વખતે હાર્યા છે ,ત્યારે તેમની સ્પષ્ટ છબી સામે કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી
હાલ જ્યારે જ્ઞાતિગત સમીકરણોને આધારે ઉમેદવારોની પસંદગી થાય છે અને મોટી જ્ઞાતિને પ્રતિનિધિત્વ બંને પક્ષો આપતા હોય છે પરંતુ એ ભુલવુ ના જોઈને કે ટીપે-ટીપે સરોવર ભરાય છે કેમકે મોટી જ્ઞાતિના મતો સાથે નાની-નાની જ્ઞાતિઓ પણ ક્યારેક-ક્યારેક નિર્ણાયક સાબિત થતી હોય છે જેથી જ્ઞાતિ-જાતિના સમીકરણો માંથી બહાર નીકળીને લોહાણા સમાજ જેવી જ્ઞાતિને રાજકીય ક્ષેત્રે મહત્વ આપવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી છે,
એક સમય હતો જયારે કોઈ પાર્ટી સમીકરણોમાં ન પડી સમાજમાં પ્રતિષ્ઠિત લોકોને પ્રતિનિધિત્વ આપતી હતી જેમાં લોહાણા સમાજના શ્રેષ્ઠીઓ હોવાના કારણે અને સમાજમાં સારી છાપને કારણે અગાઉ બારાડી પંથકમાંથી કેશુભાઈ રાયચુરા,જમનાદાસ પાબારી,ભાણવડ થી હરિદાસભાઈ લાલ,પોરબંદરથી શશીકાંત લાખાણી,અમરેલી થી સાંસદ તરીકે નવીનભાઈ રવાણી જેવા આગેવાનો એ ગુજરાતના રાજકારણમાં પ્રતિનિધિઓએ સેવા આપી છે,
ત્યારે વર્તમાન સમયમાં લોહાણા સમાજની અવગણના રાજકીય ક્ષેત્રે ચિંતાનો વિષય બન્યો છે આ સમાજનો અન્ય કોઈ સમાજ દેખીતી રીતે વિરોધ કરી ન શકે તે નિર્વિવાદ વાત છે ત્યારે લોહાણા સમાજને પણ રાજકીય ક્ષેત્રે પ્રતિનિધિત્વ આપવામાં આવે તો નુકસાન નહિ જાય ફાયદો થશે તેવો સૂર ઊઠવા પામ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.