Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલારની સાત વિધાનસભા બેઠકો પર ચાલી રહેલાં મતદાનનાં બપોરનાં એક વાગ્યા સુધીનાં આંકડા બપોરે 01/33 મિનિટે જાહેર થયાં. આ આંકડાઓ આ પ્રમાણે છે. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક પર 32.47 ટકા, જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 27.21 ટકા, જામનગર ઉત્તર 29.25, જામનગર દક્ષિણ વિધાનસભા 27.07, જામજોધપુરમાં સૌથી વધુ 36.24 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાનું સરેરાશ મતદાન 30.35 ટકા નોંધાયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર એક વાગ્યા સુધીમાં 34.22ટકા તથા દ્વારકા બેઠક પર 33.54 ટકા મતદાન થયું હતું. સરેરાશ મતદાન 33.28 ટકા નોંધાયું હતું. રાજયની કુલ 89 બેઠકો પર સરેરાશ મતદાન 34.48 ટકા નોંધાયું હતું.






