Mysamachar.in-જામનગર:
બજારમાં જે વજનમાં ચીજવસ્તુઓ વેચાણ થતી હશે તેવી કેટલીય ચીજવસ્તુઓમાં તોલમાપમાં ગોલમાલ થતી હોવાની ગ્રાહકોને બાદમાં ખબર પડે છે, આવા વજન યોગ્ય હોય તેના માટે કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા તંત્રની કચેરી તો કાર્યરત છે, પણ તેની કામગીરી અસરકારક એટલે કે દેખાઈ આવે તેવી હોય તેવું સામે આવતું નથી, એવામાં વધુ આશ્ચર્ય ત્યારે થાય જયારે આવો અલિપ્ત વિભાગ અચાનક બહાર દેખાવા લાગે…આજે આ વિભાગે જાહેર કરેલ એક યાદી મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં માત્ર ને માત્ર 4900 એકમોની તપાસણી કરી તેમાંથી બધા જ સારી રીતે ચાલી રહ્યા હતા માત્ર 203 એકમો સામે જ કાર્યવાહી કરવા જેવા લાગ્યા છે તે આશ્ચર્ય સાથે લોકોમાં ચર્ચાઓ થઇ રહી છે,
જામનગર જિલ્લા કચેરી દ્વારા ખાતાના વડા નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા તંત્ર ગુજરાત રાજયની રાહબરી હેઠળ તોલમાપ કાયદાની અમલવારી બાબતે કાર્યવાહી કરવામાં આવે છે.આ જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં વજનમાપના સાધનોની વાર્ષિક તથા દ્રી વાર્ષિક ચકાસણી મુદ્રાકન ફી પેટે રુપિયા 1,08,62, 021 તથા લેટ ફી પેટે રુપિયા 3,70,355 વસુલ કરવામા આવેલ હતી. તેમજ વર્ષ દરમિયાન વિવિધ એકમોની ઓચિંતી તપાસ યોજાઇ હતી જેમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ, મેડીકલ એજંસી, અનાજ કરિયાણા, મિઠાઇ ફરસાણ, હોટેલ રેસ્ટોરન્ટ, હાર્ડવેર અને અન્ય ઇંડ્સ્ટ્રીજ અને વિવિધ એકમોની તપાસ કરતા આશરે કુલ 4900 એકમોની તપાસ કરવામા આવેલ. જેમાથી 203 એકમો સામે વજન માપ કાયદા હેઠળ રુ. 1,41,150 તથા પી સી આર નિયમોના ભંગ બદલ 55 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા 3,51,800 ગુંન્હા માંડવાળ ફી વસુલ કરવામા આવેલ. આમ જિલ્લામાં કુલ 258 એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરી રૂપિયા 4,92,950 ગુન્હામાંડવાળ ફી વસૂલ કરવા કરવામાં આવેલ છે.