Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગરમા શિક્ષણ જગતના સર્વે એનાલીસીસ કરતા અમુક ચબરાકોની વાત સાચી માનીએ તો અમુક જમ્બો ખાનગી શાળાઓને રાજકીય ઓથ હોવાની સ્ફોટક બાબતોનો પર્દાફાશ થયો છે માટે તો શિક્ષણ કચેરી આવી શાળાઓ સામે મિંયાની મીંદડી બની જાય છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની અમુક ખાનગી શાળાઓની અનેક ગેરરીતિઓ સામે શિક્ષણ વિભાગ કુણુ વલણ દાખવે છે તે માટે અમુક વાલીઓએ અને જાણકારોએ સ્ફોટક પ્રકારની માહિતી આપી ઉમેર્યુ છે કે શિક્ષણ વિભાગની દાનત જ નથી નહી તો ટ્રાફીક નિયમ અમલવારી માટે તંત્ર કડક બની શકે તો શાળામા ઓરડા સલામતી મેદાન લાયબ્રેરી પ્રયોગશાળા લાયકાતવાળા શિક્ષકો વાલી સમિતિ વાલી મીટીંગ વગેરે બાબતોના કડક અમલ કેમ ન થઇ શકે તેમ પણ વેધક સવાલ ઉઠાવાયો છે,
અમુક જાણકારોના મતે ઇન્ડાયરેક્ટ કે ડાયરેક્ટ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય લોકોની અથવા રાજકીય ઓથમા ચાલે છે અથવા રાજકીય લોકોની પાર્ટનરશીપમા કે પરદા પાછળ સંચાલન રાજકીય લોકોનુ કે બાહુબલીઓનુ કે વગવાળાઓનુ હોય છે તેની સામે શિક્ષણ વિભાગ વામણુ બની જાય છે તે ચર્ચાએ હાલારમા જોર પકડ્યુ છે, વળી મહત્વનુ એ પણ છે કે રેસીડન્ટ કોમર્શીયલ વગેરે ઝોનમા શાળા કોલેજો ચાલે તો સમજાય પરંતુ જામનગરની કેટલીક શાળાઓ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચાલે છે તે શિક્ષણકચેરીને ખબર જ છે કેમકે શરૂ સેક્શન રોડ પટેલકોલોની ગાંધીનગર વચ્ચેના વિસ્તાર ઉદ્યોગનગર શંકરટેકરી દરેડ હાપા વગેરે વિસ્તારોમા ચાલે છે પરંતુ સાલીયાણા ચાલતા હોઇ દરેક લગત ટેબલ અને તેથીય ઉપરના લોકોનુ માધ્યમિક બોર્ડ સુધીની ગોઠવણ કરાવી આપવાનુ સેટીંગ ચાલતુ હોવાના છડેચોક આક્ષેપ લોકો કરે છે જો આ સાચુ હોય તો શેઇમ…શેઇમ…!
જામનગર શહેર અને જિલ્લામા કેટલાક કિસ્સાઓ એવા છે કે મંજૂરી ક્યાંકની હોય અને શાળા ચાલે ક્યાંક એવુ બને છે, આવી શાળાઓ સામે શિક્ષણાધિકારી કેમ પગલા ભરતા અચકાય છે.? હા એવું નથી કે ખબર નથી આવી શાળાઓની શિક્ષણ કચેરીના મોટાભાગના સ્ટાફને જાણ છે, ઉપરાંત બીજી ગંભીર અનિયમિતતાઓ પણ જાણવા મળી છે કે ફિ નિયમન સમિતિ સમક્ષ પોતાના સીએ પાસે સાચા ખોટા હિસાબ બનાવી ખર્ચા ઉચા બતાવી પોતે વધુ ફી મંજુર કરાવી તે સિવાય સ્પોર્ટસ ફી રીક્રીએશન ફી ટુર ફી વ્હીક્લ ફી એન્યુઅલ ફંક્શન ફી લાયબ્રેરી ફી વગેરે વગેરે અનેક ફી જોડી આજની તારીખે પણ કેટલીય શાળાઓ લાખોમાં ફી લે છે અને જો દરેક ફી ન ભરે તો રીઝલ્ટ નબળા આપે સ્પોર્ટસમાંથી કાઢી મુકે કે ભણાવવામા ધ્યાન ન આપે કે સુવિધાઓનો લાભ લેવા ન દે તેવુ કરી શોષણ કરાય છે જે શિક્ષણ કચેરી જાણે જ છે કેમકે ફરિયાદો લેખીત મૌખીક મળે છે.
પરંતુ શિક્ષણ કચેરીના અમુક સ્ટાફ અમુક ખાનગી શાળાઓના પે રોલ પર છે તેવા પણ આક્ષેપ થાય છે, વળી ખુબી એ છે કે મંત્રીઓ મહાનુભાવો આવી જ શાળાઓના કાર્યક્રમોમાં હાજરી આપવા પણ જાય છે અને વાહ વાહી મેળવે છે પરંતુ શાળા નિયમાનુસાર ચાલે છે કે નહી તે સરકારના પ્રતિનિધી તરીકે તપાસતા નથી તે પણ કરૂણતા જ ગણાય છે.
-હાલનો સૌથી મોટો ચર્ચાનો મુદ્દો એ છે કે FRC ની સુચનાઓ હુકમોના ઉલાળીયા
શાળાઓમા ફી નિયમનના કડક અમલ કરાવતા નથી અને સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિએ હુકમ ના કર્યા હોય તેવી અમુક ખાનગી શાળાઓ પોતાને મંજુરી મળી જશે તેવી અપેક્ષાએ ફી વધારો કરી દીધો છે, જે તાજેતરમાં સામે આવ્યા બાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા રજુઆતોને ધ્યાને લઈનેને એક આદેશ પણ જારી કરવામાં આવ્યો છે, અમુક કિસ્સામા પાંચ ટકા કે સાત ટકા ફી વધારો પણ મંજુર કરાયો છે તેમ છતા વધુ ફી લેવાય છે ઉપરાંત શિક્ષકોની લાયકાત અને પગારની તાકીદ કરાઇ છે તે તમામ બાબતોના પાલન ફી નિયમન સમિતિના હુકમોની અમલવારી જિલ્લા શિક્ષણ વિભાગ ચોક્કસ કારણોસર કરાવતુ નથી તે કારણોના પ્રકાર કોઇ લાભના પ્રકાર ચલણના પ્રકાર કે ભાગીદારી પ્રકાર હોય તો નવાઇ નહી તેવા આક્ષેપ થાય કે શંકા થાય તે સ્વાભાવિક છે.