Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર સહિત સૌરાષ્ટ્ર ગુજરાત કે અમુક સ્થળોએ દવાખાના હોસ્પીટલ જાણે આડેધડ બન્યા હોય તેવી અમુક જગ્યાઓ છે તેમા વળી જેમ તેમ નિદાન જેમ તેમ પરિક્ષણ જેમ તેમ બાટલા ચડાવાય વગેરે દ્રશ્યો જોવા મળે છે ત્યારે આવી રીતે આડેધડ પ્રેક્ટીસ કરનારાઓએ જામનગરમા ઘણી કલીનીક હોસ્પીટલ આઇડીયલ કેવાય તેવી છે તેની મુલાકાત લઇ કઇક શીખવુ જોઇએ અને દર્દીઓના હિતમા સારી રીતે સારવાર કરવી જોઇએ તેમ નિષ્ણાંતોનો અભિપ્રાય છે, કેમકે ઇન્ફેક્શન ફ્રી વાતાવરણ બાયોવેસ્ટના પ્રોપર મેનેજમેન્ટ સેનીટાઇઝેશન સ્વચ્છતા વેલટ્રેન્ડ સ્ટાફ હવાઉજાસ પુરતા પરિક્ષણ સાધનો વગેરે જેવી અનેક બાબતો તો હોસ્પીટલ ક્લીનીકની બૈઝીક રીક્વાયર મેન્ટ હોય છે.
તે દરેકનુ દરેક જગ્યાએ પાલન થઇ રહ્યુ નથી તેમ દર્દીઓ સહિતના લોકોનો અભિપ્રાય છે, કેમકે દર્દીના સારવારનો હેતુસર થવો જોઇએ માત્ર પ્રયોગાત્મક અખતરા ન થાય તે જરૂરી પણ છે સમયની માંગ છે અને તબીબી વ્યવસાયના એથીક્સ છે તેમ એક્સપર્ટ ડોક્ટર્સ જણાવે છે, તેમજ ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ મુજબ દવાખાના હોસ્પીટલમા શુ-શુ સુવિધાઓ હોય તેમજ સારવારની શુ સુવિધા અને નિયમ હોવા જોઇએ તે તમામ બાબતો કાયદામા જણાવાઇ છે જેના પાલન ફરજીયાત છે.
દર્દીના નિદાન સારવાર માટે સ્ટેથોસ્કોપ, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, થર્મોમીટર, ઓક્સીમીટર, ગ્લુકોમીટર અનુકુળ એક્ઝામીનેશન ટેબલ ઇસીજી ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટરીલાઇઝડ નીડલ સીરીંજ સહિતની અનેક સુવિધા ઉપરાંત હોસ્પીટલાઇઝડ થયેલ દર્દીના પરીક્ષણ માટેની સુવિધા પોઇન્ટથી જરૂરી હોયતો કેથેટર-ફ્લોમીટર-દુરબીન-ઓક્સીજન સીલીન્ડર નેબ્યુલાઇઝર સક્શન મશીન વગેરે અનેક જરૂરી સાધનો તેની સલામતીપુર્વક ઉપયોગમા લેવાની સ્ટાફને આપવાની સુવિધા અને ટ્રેન્ડ સ્ટાફ હોવા જોઇએ તેમ કાયદો કહે છે, સારવાર કાળજીથી કરવી અને કઇ કોમ્પ્લીકેશન સર્જાય તો દર્દીના સગાને જાણ કરી વધુ નિષ્ણાંતને બોલાવી પરિક્ષણ કરાવી તે મુજબ જરૂરી સારવાર કરવી પરંતુ દર્દીને હેરાનગતિ ન થાય તેની હંમેશા કાળજી રાખવી જોઇએ આ તમામ બાબતો કાયદામા આવરી લેવાઇ છે.
– અનેક નાની પરંતુ જરૂરી બાબતો
01 – દવાખાના કે હોસ્પીટલમા પુરતી દવા
02 – પુરતો સ્ટાફ આસીસ્ટન્ટ તેમની અને ડોક્ટરની ડીગ્રીનુ ડીસ્પ્લે
03 – બાયો કે બીજા વેસ્ટ દુર્ગંધ ન આવે તેમ નિકાલ
04 – તબીબી રેકર્ડ જાળવવાની સુવિધા
05 – રોગચાળા વખતે જિલ્લાતંત્ર સાથે સંકલન
06 – પ્રિસ્ક્રીપ્શનમા દર્દીનું નામ ઉમર દવાનુ નામ ડોઝ દવાનુ તત્વ સહી વગેરે સુવાચ્ય
07 – દર્દીને કઇ એલર્જી છે કે કોઇ દવાની સાઇડ ઇફેક્ટ છે કે નહી તેની તપાસ કરવી
08 – તમામ સ્ટાફ માસ્ક ગ્લોવ્ઝ હેરસેફકેપ વગેરે પહેરે
09 – દરેક વોર્ડમા વોશ બેશીન ટોયલેટ પુરતા હોય
10 – પથારી અંતર દરવાજા પહોળાઇ ટેબલ સ્પેશીફીકેશન નોર્મ્સ મુજબના
11 – હોસ્પીટલની એમ્બ્યુલન્સ હોવી વગેરે અગણિત મુદાઓ ફરજીયાત છે.