Mysamachar.in-સૌરાષ્ટ્ર:
જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના પેટાળમાં ભારે વરસાદના પગલે હલચલ શરૂ થઇ ગઇ છે. ત્રણ અઠવાડીયા પહેલા જે રીતે આંચકા આવેલા તે રીતે ફરી છેલ્લા ત્રણ દિવસથી આચકા શરૂ થયા છે અને હાલાર સહિત સૌરાષ્ટ્ર કચ્છમા 15 કલાકમાં 10 આંચકા તો નોંધાયા છે, જો કે આ આંચકાની ઉંડાઇ ઓછી છે ડ્યુરેશન-કંપન ચાલુ રહેવાનો સમય પણ ઓછો છે માટે તીવ્રતા પણ ઓછી છે અને કોઇ નોંધપાત્ર નુકસાન નથી થઇ રહ્યુ પરંતુ એક તો વરસાદ હોય તેમાં ભુકંપી આંચકાથી ભય તો પેસી જ જાય માટે લોકોમાં ચિંતા છે દરમ્યાન પેટાળમાં ભારે વરસાદી પાણી ઉતરતા આ સ્થિતિ થયાનુ નિષ્ણાંતો જણાવે છે.