Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આંજે સવારથી જે જાણે મેઘરાજાએ મુકામ કર્યો હોય તેમ વરસાદ વરસી રહ્યો છે, અને મોટાભાગના ગામો અને તાલુકામથકોએ નોંધપાત્ર વરસાદ પડ્યો છે, કલ્યાણપુર તાલુકામાં આજે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં 4 ઈંચ, દ્વારકા તાલુકામાં મુશળધાર દોઢ ઈંચ વરસાદ, ભાણવડ પંથકમાં હળવા તથા ભારે ઝાપટા રૂપે સાથે 1 ઈંચ વરસાદ તો ખંભાળિયા પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તો ભાણવડ તાલુકાના શિવા ગામે વીજળી પડતા 40 વર્ષીય યુવાનનું મોતને ભેટ્યો છે. તો જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધીમાં જામનગર જીલ્લામાં કાલાવડમાં પોણા બે ઇંચ, જામજોધપુરમાં પોણા બે ઇંચ, જામનગર શહેરમાં બે કલાકમાં 1 ઇંચ, જોડીયામાં અડધો ઇંચ, ધ્રોલમાં અડધો ઇંચ, અને લાલપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.