Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગરમા બે દિવસના વરસાદી માહોલમા મોટાભાગના લોકો એક તરફ ઘરમા પુરાયેલા રહ્યા હતા,પરંતુ ટીવી એક તરફ વીજ પુરવઠાથી ઠપ્પ હતા તો બીજી તરફ જ્યા-જ્યા વીજપુરવઠો હતો કે આવતો ત્યા પણ ટીવી ઠપ્પ હતા તો અનેકના મોબાઇલ નેટવર્ક અને નેટ કનેક્શન ચોંટ્યા હતા એકંદર વીજ વિભાગની જેમ જ અમુક કેબલ ઓપરેટરો અને અમુક મોબાઇલ કંપનીઓએ લોકોનો દાવ લઇ લીધો હતો,
વીજધાંધીયાની જેમ જ પુરતા અને સમયસર તગડા ચાર્જ લેતા અમુક કેબલ ઓપરેટરો પોતાનો નફો ઘટતા સર્વિસમા ધ્યાન જ આપતા નથી,નવા કેબલ,ડબી નાંખતા નથી ફોન ઉપર જવાબ આપતા નથી,કમ્પ્લેન સોલ્વ કરતા નથી માટે વરસાદ વખતે બે દિવસથી લોકો ટીવી હોવા છતા તેમા કશુ ન આવતા અકળાયા હતા,તેમાય વરસાદની અગત્યની જાહેરાતો ટીવીમા આવે પરંતુ ટીવી જ ઠપ્પ હોય તો શુ માહિતી મળે? વળી વરસાદથી ઘરમા પુરાયેલાઓને મનોરંજન માટે ટીવી જ માધ્યમ હોય પરંતુ અમુક કેબલ ઓપરેટરોની નબળી સેવાથી લોકો હેરાન થયા..
તેવુ જ મોબાઇલ કંપનીઓએ કર્યુ તેમના પણ ટાવરોના કે લાઇનના મેન્ટેનન્સ નહી થયા હોય કે ગમે તે કારણ હોય મોબાઇલ નેટવર્ક અનેક કંપનીઓના ધાંધીયા કરતા હતા તેમજ ઇન્ટરનેટ પણ મોબાઇલમા આવ-જા ની સ્થિતિ કે સ્લો રહેતા લોકો વરસાદમા મોબાઇલમા પોતાનો સમય પસાર કરવા ઉપયોગ કરવામા હાલાકી અનુભવતા હતા
-લોકોની આદતને મજબુરી બનાવી લેવાતો ગેરલાભ…
એક તરફ કેબલ કનેક્શનવાળા ટીવી અને બીજી તરફ નેટ કનેક્શનવાળા મોબાઇલ મનોરંજન થી માંડી ઉપયોગી માહિતિ માટે લોકોની જરૂરીયાત આદત અને ક્યારેક મજબુરી બની ગયા છે,ત્યારે અમુક કેબલ ઓપરેટરો અને મોબાઇલ ઓપરેટરો ગ્રાહક સેવામા ધ્યાન ન આપી તેમની મજબુરી નો ગેરલાભ લેતા હોઇ ગ્રાહકહીત સંસ્થાઓ મેદાને પડવા તૈયાર થઇ છે,તેમજ સંખ્યાબંધ લોકો ગ્રાહક સુરક્ષા વિભાગની મદદથી આવા ઓપરેટરોને સબક શીખવાડવા સળવળી રહ્યા છે