Mysamachar.in-જામનગર
હાલારમા ગત નબળા ચોમાસના કારણે પીવાના પાણીની કસોકસ સ્થિતિ છે..અને હજુ સ્થિતિ વધુ વણસે તેવી દહેશત પણ છે,ત્યારે પાણીની જરૂરિયાત કેટલી છે? તેના કસોકસ આકડા જાહેર કરતુ તંત્ર પાણીનો બગાડ એટલે કે લાઇન લોસ તો ગણતરીમા લેતુ જ નથી ખરેખર તંત્રના આકડા મુજબ જોઇએ તો માત્ર આકડાકીય વિગત પ્રમાણે લોકોને પુરતુ પાણી નહી જ મળતુ હોય તેમ ટેકનીકલ નિષ્ણાંતોનો અભિપ્રાય છે.
જામનગર જિલ્લાના શહેરી વિસ્તારો જામનગર,ધ્રોલ,કાલાવડ,સિક્કા,જામજોધપુર સહિતના વિસ્તારોમા કુલ મળીને ડીમાન્ડ છે…૧૧૮ થી ૧૨૦ MLD ની તેની સામે તંત્રનો દાવો છે કે ૧૨૦ કે તેથી થોડુ વધુ પાણી સપ્લાય થાય છે..જયારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર જેમા જામનગરના ૯૮,લાલપુરના ૭૩,ધ્રોલના૪૧,જોડીયાના ૫૨,કાલાવડના ૯૮,જામજોધુરના૬૯ મળી ૪૩૧ ગામો માટે દૈનિક ૫૬ MLDપાણી ની માંગ સામે ૫૬ MLDપાણી પહોંચાડાય છે.
જ્યારે દ્વારકા જિલ્લાના ૬ શહેરી વિસ્તારની ૨૩.૫૦ MLD જરૂર સામે ૧૭.૫૦ MLD પાણી આપી શકાય છે.,અને ચાર તાલુકાના ૨૬૬ ગામોની ૩૬.૫૦ MLD ની માંગ સામે તેટલુ પાણી પુરૂ પડાય છે.આ પાણી નર્મદા,ડેમ અને સ્થાનિક સોર્સથી પુરૂ પડાય છે.તંત્રના આ અધિકૃત આકડાઓ મુજબ કુલ જરૂરિયાત ૨૩૬ એમએલડીની થઇ તેની સામે તેટલુ જ પાણી તંત્ર રોજ પુરૂ પાડે છે તેમ જણાવે છે.
જો તંત્રના આ અધિકૃત આકડાને માન્ય રાખીએ તો રોજ બંને જિલ્લામા પાણી પુરતુ અપાય છે.પરંતુ ખરેખર તો દરેક નાગરિકોને રોજ પુરતુ પાણી મળતુ જ નથી તે નરી વાસ્તવિકતા છે.,વળી આ ગણતરી ૨૦૧૧ ની વસ્તીમુજબ કરાતી હોય તંત્ર વાસ્તવિકતાથી દૂર છે અને આકડા રોજના દર્શાવી શા માટે અને કોને ગેરમાર્ગે દોરાય છે?
તેમ છતાય માની લઇએ કે ડીમાન્ડ મુજબ સપ્લાય છે તો જેટલી ડીમાન્ડ તેટલી સપ્લાય પત્રકોમા દર્શાવાય છે તો શું સપ્લાય થતુ સો ટકા પાણી લોકો સુધી બગાડ વગર પુરેપુરુ પહોંચતુ હશે? સરકારી અધીકારીઓ જ આ શક્યતા નકારે છે..ત્યારે લોકોને મૂર્ખ બનાવવાના આંકડા ને બદલે વાસ્તવિક ચિત્ર પ્રજા સમક્ષ રજુ ના કરવામાં કોનું ભલું છે તે પણ તપાસ માંગી લેતી બાબત છે.
ઓછામા ઓછો ૧૦ થી ૧૫ ટકા લાઇન લોસ ગણવો જ પડે..
પાણી સપ્લાય વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે ૧૦ થી ૧૫ ટકા લાઇન લોસ ગણવો જ પડે લીકેજ ,સીપેજ ,બગાડ સહિતનો આટલો જથ્થો લોકો સુધી ઓછો પહોંચશે તેમ માની વધુ સપ્લાય કરવી પડે તેમજ આ અંદાજ સીટી વિસ્તારનો છે ગ્રામ્યમા લાઇન લોસ ૨૦ થી ૨૫ ટકા ગણાય કેમકે અંતર ખુબ વધુ,લાઇનો જુની હોવાથી લૌકેજ ,સીપેજ,બગાડ વધુ હોય. આ વાસ્તવિકતા સામે બંને જિલ્લામા રોજ ૨૮૦ એમ.એલ.ડી નહી તો ઓછામા ઓછુ ૨૬૫ MLDતો સપ્લાય કરવી જ જોઇએ.ત્યારે આ બાબતનો ખુલાસો પાણીપુરવઠા બોર્ડે પાણી સમિતિના વડા સમક્ષ સ્પષ્ટ રીતે કર્યો હશે કે મીટીંગ રૂટીન મુજબ ચાલતી હશે?કેમકે આ ઘટ તો સ્વીકારવી જ પડે તો લોકોને પુરતુ પાણી નથી મળતુ એ સ્વીકારવુ પડે.