Mysamachar.in:ગાંધીનગર
પાટનગર ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ઘણાં અર્થોમાં મહત્વની સંસ્થા છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય તપાસ-દરોડા એજન્સી ઇન્ટરપોલ સાથે પણ ગાઢ રીતે સંકળાયેલી છે. આ સંસ્થા વિશ્વના વિવિધ દેશોના 67 યુવા પોલીસકર્મીઓને એક નવો અભ્યાસ તાલીમ અને જાણકારીના અર્થમાં કરાવશે. આ યંગ પોલીસકર્મીઓ બોર્ડર પ્રોટેક્શન સ્ટ્રેટેજીનો અભ્યાસ કરવા કચ્છના ભૂજની મુલાકાત પણ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટરપોલ તથા ગાંધીનગરની NFSU સાથે મળીને ગ્લોબલ લેવલ પર કામગીરી કરી રહ્યા છે. ક્રાઈમની તપાસમાં નવા ઈનિશ્યેટીવ લઈ રહ્યા છે. આ પ્રકારના ઈનિશ્યેટીવનાં ભાગરૂપે આ 67 યંગ પોલીસકર્મીઓ ગાંધીનગર તથા ભૂજની મુલાકાત લઈ રહ્યા છે. આ અગાઉ આવો અભ્યાસ 2022માં દૂબઈ ખાતે યોજાયો હતો. આ પ્રકારના અભ્યાસથી વિશ્વસ્તરે ક્રાઈમ ડિટેકશન અને દરોડાની કામગીરીમાં નવાં શું ફેરફારો આવી રહ્યા છે તે અંગે યુવા પોલીસકર્મીઓને નવી જાણકારીઓ પ્રાપ્ત થતી હોય છે. વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે.