mysamachar.in-ગીરસોમનાથ
સલામત સવારી..એસટી અમારી..સ્વચ્છ બસ..સુરક્ષિત બસ આવા કેટલાય સ્લોગનો એસ.ટી.બસો પર જોવા મળતા હોય છે,પણ આ સ્લોગનો ની વાસ્તવિકતા જ કઈક જુદી છે,થોડા દિવસો પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા પોરબંદર હાઈવે નજીક એસ.ટી.બસ પલટી મારી જતા ૩૦ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા..આવા તો કેટલાય અકસ્માતો ભૂતકાળમાં એસટી બસના થઇ ચુક્યા છે,છતાં રાજ્યનો વાહનવ્યવહાર વિભાગ આ બાબતને ગભીરતા થી ના લેતો હોય તેમ લાગી રહ્યું છે,
આ તમામ બાબતો વચ્ચે આજે એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલા ૬૨ મુસાફરો ને આજે મુસાફરીમાં અધવચ્ચે જ લટકી પડવાનો વારો આવ્યો છે,વાત છે ગીરસોમનાથ જીલ્લાની જ્યાં વેરાવળ ભાવનગર બસ અધવચ્ચે બંધ પડતા 62 મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા,
તો જે મુસાફરો ને નિયત સમયે ચોક્કસ જગ્યા પર પહોચવું હતુ તેવા મુસાફરો એ બસ માંથી ઉતરી ને રસ્તે જઈ રહેલા ટ્રકમા બેસવાની ના છુટકે ફરજ પડી હતી,ભુવાટીમબી ગામ નજીક બસ બંધ કોઈપણ કારણોસર બંધ પડી જતા મુસાફરો ને એસ.ટી વિભાગનો ભારે કડવો અનુભવ થયો હતો.