Mysamachar.in-સુરતઃ
ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. સુરતના ડુ્મ્મસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહી હેઠળ કુલ 52 લોકોને ફાર્મ હાઉસ પરથી ઝડપી પાડ્યા છે.ઝડપાયેલા નબીરાઓમાં 13 યુવતીઓનો સમાવેશ થયા છે. મોડી રાતે ઝડપાયેલી દારૂ પાર્ટી બાદ પોતાના નબીરાને લેવા માતા-પિતા દોડતા થયા હતા અને પોલીસ સ્ટેશન બહાર લાઇનો લાગી હતી.
મળતી માહિતી મુજબ દારૂની મહેફિલ માનતા આશરે 52 જેટલા શંકાસ્પદ લોકોને ઝડપી પાડી ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે લાવામાં આવ્યા હતા. જેમાં 39 જેટલા નબીરાઓ અને 13 જેટલી યુવતીઓ સામેલ હતી. તમામના પરિવારોને જાણ થતાં કારના કફલાઓ સાથે ડુમ્મસ પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા નજરે આવી રહ્યા હતા. રાજ્ય સરકારની દારૂબંધીના કડક દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા છે. સુરતના ડુમ્મસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં લિપ ઈયર પાર્ટીની અંદર ચાલી રહેલી દારૂની મહેફિલને ડુમ્મસ પોલીસે ઝડપી પાડી છે. આશીર્વાદ ફાર્મ પર 29 ફેબ્રુઆરીની લિપ ઈયર પાર્ટીનું નબીરાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક યુવતીઓને પણ આમંત્રિત કરાઈ હતી.
લિપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માનતા ઝડપાયેલા 52 પૈકી 13 જેટલી મહિલાઓ સહિત યુવતીઓ પણ ઝડપાઇ હતી.દારૂ પાર્ટી દરમ્યાન પોલીસે ફાર્મ હાઉસ પરથી સાત હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 13 જેટલી ફોર વ્હીલ કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. દારૂ પાર્ટીમાં રેડ પડી હોવાની જાણ થતા જ યુવક-યુવતીઓના માતાપિતાએ ડુમ્મસ પોલીસ સ્ટેશન બહાર જમાવડો કરી દીધો હતો. પોતાના વ્હાલસોયા સંતાનોના કરતૂતો જાણીને કેટલીય માતાઓ પોલીસ સ્ટેશનની બહાર રડી પડી હતી.