Mysamachar.in-સુરેન્દ્રનગર
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, પણ બંધાણીઓની તલબ હવે તેને ગમે તે હદે લઇ જઈ રહી હોય તેવા એક બાદ એક કિસ્સાઓ સુરેન્દ્રનગર જીલ્લામાં સામે આવી રહ્યા છે, થોડા દિવસો પૂર્વે જ ચોટીલામાં પાનામાવાના વેપારીને ઘરે જઈને ધમકી આપ્યા બાદ ફાયરીંગ થયાની ઘટના તાજેતરની જ છે, ત્યાં જ વધુ એક વખત માવા મામલે 5 રાઉન્ડ ફાયરીંગ થતા ચકચાર મચી છે,
સાયલાના ગરભડી ગામે માવા માટે પાંચ રાઉન્ડ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ માવો ન આપતા પિત્તો ગુમાવ્યો હતો અને ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે ચાર લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ગામ ખાતે દોડી ગઈ હતી. ફાયરિંગની ઘટના બાદ પથ્થરમારો અને કુહાડી અને ધારીયાથી હુમલો પણ થયો હતો. આ દરમિયાન બે લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.