Mysamachar.in-ભાવનગર:
સૌરાષ્ટ્રમાં વધુ એક વખત જાલીનોટોના કાળા કારોબારનો પર્દાફાશ ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે બે શખ્સોને રૂ.૫૦૦ના દરની ૪૨ જાલી નોટ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે,
ભાવેશ ઉર્ફે ભાવલો કોળી તથા મહેશ કુંભાર સીદસર રોડ પર લીલા સકર્લ પાસે આવેલા સોમનાથ ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી પ્લોટ પાસે ડુપ્લીકેટ નોટોનો વહીવટ કરવા એકઠા થયા હોવાની માહિતી SOG ટીમને મળતા પંચોને સાથે રાખીને ત્યાં તપાસ કરતાં આ બન્ને શખ્સો ત્યા ઉભા હતા અને તેઓની ખરાઇ કરી તેઓની તલાશી લેતા ભાવેશના પેન્ટના ખીસ્સામાંથી ભારતીય ચલણની રૂપીયા ૫૦૦ના દરની ૪૨ નોટો મળી આવી હતી,
મળી આવેલ નોટોમાંની અમુક નોટોના નંબર એક સરખા હતા. જે નોટોની બેન્કના નિષ્ણાંત પાસે ખરાઇ કરાવાતા તે નકલી હોવાનુ ફલીત થયુ હતુ. જયારે મહેશની અંગ ઝડતીમા તેના પાસેથી મોબાઇલ તથા અસલી નોટો મળી આવેલ. ભાવનગર SOGએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,SOG દ્વારા આ મામલે ઝડપાયેલ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેમના મિત્ર પરેશ સોલંકી, લાઠી તથા પ્રતીક, બગસરા એ તેમના અન્ય મિત્ર લખમણ, રાજુલા અને ઉના વચ્ચે આવેલ ગામ તેના ઘરે સ્કેનર અને પ્રીન્ટર વડે ઓરીજનલ નોટો સ્કેન કરી કાગળમાં કલર પ્રીન્ટર વડે પ્રીન્ટ કાઢી ડુપ્લીકેટ નોટો છાપતા હોવાનું જણાવ્યુ હતું,
ડુપ્લિકેટ નોટો ઉપર થ્રેડ માર્ક બનાવવા લીલા કલરનો ઉપયોગ કરતા હતા. અને ગાંધીજીનો વોટર માર્ક વાળો સીકકો મારતા હતા. અને મહેશના જણાવ્યા પ્રમાણે તેમને આ શખ્સે રૂ.૫૦૦ ના દરની ૪૨ નોટો આપી હોવાનુ જણાવ્યુ હતુ.પોલીસે બનાવ અંગેની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.