Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં શેરીએ અને ગલીએ ગેરકાયદેસર બાંધકામોની હારમાળા છે, આ હારમાળાઓમાં જયારે કોઈને વાંધો પડે, કોઈનું દબાણ આવે, કોઈને ટાર્ગેટ કરવાના હોય ત્યારે જ તોડી પાડવાની સોપારી લગત દ્વારા આપવામાં આવે છે, હાલમાં શહેરના લાખોટા તળાવની પાળ પર આવેલ ભુજીયા કોઠાનું નવીનીકરણની કામગીરી મનપા દ્વારા ચાલી રહી છે, ત્યારે અહી 4 ગેરકાયદેસર દુકાનો આજે મનપા દ્વારા તોડી પાડવામાં આવી…મનપાના એસ્ટેટ વિભાગના નાયબ ઈજનેર એન.આર.દીક્ષિત ખુદ કબુલ કરતા કહે છે કે ભુજીયા કોઠા નીચે આવેલ ચાર દુકાનોના કોઈ આધારપુરાવાના હોય જેને 478 b હેઠળ કરી અને વર્ષો જૂની આ દુકાનો જે આટલા વર્ષો સુધી ગેરકાયદે ધમધમતી હતી તેને હવે ભુજીયા કોઠાનું કામ ચાલુ હોવાથી તોડી પાડવામાં આવ્યાનું જણાવ્યું..ત્યારે આટલા વર્ષો સુધી કોઈ કાર્યવાહી ના થઇ અને મનપાની ઢીલાશ ઉડીને આંખે વળગે છે.જો કે આ તો ઉદાહરણ છે.પણ આવા તો કેટલાય ગેરકાયદેસર બાંધકામો કોઈની કૃપાથી અડગ ઉભા છે.