Mysamachar.in-વલસાડ
દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ખાવાપીવાના શોખીન આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસના હાથે રોજ પાર્ટીના શોખીનો દારૂ પીધેલી હાલતમાં કે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ રહ્યા છે. એમાં વધુ એક કિસ્સો વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનમાં નોધાયો છે. જેમાં વિદેશી દારૂની બોટલો સાથે વડોદરાના એક સ્પામાં કામ કરતી 4 યુવતીઓને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટૂંકા વસ્ત્રોમાં સજ્જ સુંદર દેખાઈ આવતી યુવતીઓને દારૂ સાથે અટકાયત કરતા યુવતીઓએ પહેરેલાં કપડાં જોઇ પોલીસ પણ ક્ષોભમાં મુકાઈ હતી.
વલસાડ જિલ્લાના પારડી પોલીસની ટીમ સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી પાતલીયા ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતા, એ દરમિયાન જ પાતલીયા ચેકપોસ્ટ પર દમણ તરફથી આવી રહેલી એક કારને શંકાના આધારે અટકાવી હતી. આ કારમાં ચાર યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને બેઠેલી હતી. અને એક પુરુષ ચાલક કાર હંકારી રહ્યો હતો. જોકે પોલીસને શંકા જતા તમામને કાર નીચે ઉતારી અને કારની અંદર તપાસ કરતા કારમાં રાખેલા એક થેલામાં વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી,
જે બાદ પોલીસે આગળની કાર્યવાહી કરવા માટે અત્યંત ટૂંકા વસ્ત્રોમાં અને શરમજનક સ્થિતિમાં બેઠેલી યુવતી અને કાર ચાલકની અટકાયત કરી તમામને પારડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતાં તમામ યુવતીઓ મૂળ નાગાલેન્ડની છે. અને તેઓ કેટલાક સમયથી વડોદરાના એક સ્પામાં કામ કરે છે. અને તમામ યુવતીઓ વડોદરા ગોત્રી રોડ પર આવેલા નિરાલી એપાર્ટમેન્ટમાં એક સાથે રહેતી હતી. અને મોજ મસ્તી કરવા અને ખાવાપીવાની પાર્ટી માટે તેઓ દમણ આવ્યા હતા. દમણમાં મોજ-મસ્તી કર્યા બાદ વડોદરા પરત ફરી રહ્યા હતા.
એ વખતે જ પોતાની સાથે લાવેલા દારૂના જથ્થા સાથે વલસાડ જિલ્લાની પારડી પોલીસે તમામને ઝડપી લીધા હતા. મૂળ નાગાલેન્ડની, ત્સુગ્રો સોગલા વલી, કિલ્લો બેની બેન્તુંનગો નુગ્લી, મોઇન્લા તિકાશરું અને પેતની વિથેપુ નામની યુવતી અને તેમની સાથે કાર ચલાવી રહેલા વડોદરાના રાહુલ બુકિલને પોલીસે 17 વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા.અને અંદાજે ત્રણ લાખથી વધુનાં મુદામાલ સાથે તમામની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.