Mysamachar.in:અમદાવાદ
ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના હારેલા ઉમેદવારો હવે હાઇકોર્ટના શરણે પહોંચ્યા છે. ચાર ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી છે. 2022 ના ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોને પડકરવામાં આવ્યા છે. જેમાં હર્ષદ રીબડીયા, લલિત કગથરા, રઘુ દેસાઈ, અને ડેડીયાપાડાની બેઠક પરથી હારેલા ઉમેદવાર હિતેશ વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે, જીતેલા ઉમેદવારોમા ફોર્મમાં ક્ષતિ હોવા છતાંય રિટર્નીંગ ઓફિસરે તે લોકોના ફોર્મ સ્વીકારી દીધા હતા. આ અરજીમાં અરજદારે રિટર્નિંગ ઓફિસર સહિત ચૂંટણી પંચને પક્ષકાર બનવવાની માંગ કરી છે. અરજી પર વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાઈ શકે છે. ટંકારા બેઠકથી હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા, રાધનપુરથી હારી ગયેલા ઉમેદવાર રઘુ દેસાઇ, વિસાવદર બેઠક પરથી હારેલા ભાજપના હર્ષદ રિબડીયા, ડેડિયાપાડા બેઠક પરથી હારી ગયેલા ભાજપના ઉમેદવાર હિતેષ વસાવા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.