Mysamachar.in-જામનગર:
લોકસભા ચુંટણીઓની આચારસંહિતા લાગુ થાય તે પૂર્વેની છેલ્લી જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કુલ 50 એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવ્યો આ એજન્ડાઓ ઉપરાંત 13 મુદ્દાઓનો ચેર પરથી સમાવેશ કરવામાં આવ્યો હતો તો આજની કમિટીમાં 35 કરોડ 63 લાખના અંદાજીત ખર્ચને મંજુરીની મહોર મારવામાં આવી છે.
આજના એજન્ડામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આઉટ ગ્રોથ એરીયાની વર્ષ 2022/23ની ગ્રાન્ટ અન્વયે મુસદ્દારૂપ નગરરચના યોજના હેઠળ સમાવિષ્ટ વિસ્તારોમાં મેટલ રોડ 15 મીટર પહોળા બનાવવાના કામો માટે 107.93 લાખ, બેડી મરીન પોલીસ ચોકીથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સુધી સીસી રોડ બનાવવા માટે 170.31 લાખ, વર્ષ 2023/24ની ગ્રાન્ટ અંતર્ગત આઉટગ્રોથ વિસ્તારોમાં ટીપી રસ્તાઓમાં મેટલ રોડ અલગ અલગ પહોળાઈના બનાવવા ભાગ 1 અંતર્ગત 304.40 લાખ, સોલીડ વેસ્ટ વિભાગ માટે ટ્રેક્ટર વિથ ટ્રોલી 6 નંગ ખરીદવા માટે 69 લાખ, મંજુર કરવામાં આવ્યા છે.,

તે ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે કામોની જરૂરિયાત હોય તેવા કામો જેમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સીસી બ્લોક, સીસી રોડ, મેટલ રોડ,પેવર બ્લોક, સ્ટ્રેન્થનીંગ અને અપગ્રેડેશન ઓફ કેનાલ અને બિલ્ડીંગ વર્કસના અલગ અલગ કામો સહિતના કામો આજની કમિટીમાં મંજુર કરવામાં આવ્યા છે, જે આગામી દિવસોમાં શરુ થયા બાદ જે તે વિસ્તારોમાં સુવિધાઓ વધશે તેવો શાશકોનો દાવો છે.
