Mysamachar.in-જામનગર:
પાછલા બે વર્ષમાં જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં આમૂલ પરિવર્તન થકી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો, સ્માર્ટ ક્લાસરૂમ, અને યોગ્ય શિક્ષણ થકી આવતીકાલના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓનું ભાવી ઉજવળ બની રહ્યું છે તેમ જણાવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરાએ કેટલીક વિગતો જાહેર કરી છે તેમાં તેવોં જણાવે છે કે…
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત 44 શાળાઓ આવેલી છે. તમામ શાળાઓમાં બાલવાટિકાથી ધોરણ 8 માં 12000 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તમામ પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા નીમાયેલા તાલીમ પામેલા શિક્ષક ભાઈ બહેનો દ્વારા વર્ગ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.જેને લઈને વાલીઓનો વિશ્વાસ સરકારી શાળા તરફ વધ્યો છે
પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસની બાબતે અનેક સુધારા-વધારા થઇ રહ્યા છે અને તેના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ થઇ રહ્યા છે. અને તેના માધ્યમથી શિક્ષણનાં દરેક પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. અને તેનો સમગ્ર અહેવાલ રાજ્યકક્ષાએથી નક્કી થયેલા અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને તેના આધારે શૈક્ષણિક બાબતો જેવીકે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી, ભૌતિક સુવિધાઓ, ટેકનોલોજી રમતગમત- વિજ્ઞાનમેળો- પ્રવાસ પર્યટન- વર્ષ દરમ્યાન લેવાતી પરીક્ષાઓ તેમજ શાળામાં ચાલતી પ્રવૃતિઓને ધ્યાને લઇ અને વર્ષ દરમ્યાનનું મૂલ્યાંકન કરી અને તેના આધારે શાળાઓના ગ્રેડ નક્કી કરવામાં ગુણોત્સવ 2023/24 હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 44 શાળાઓમાં 35 જેટલી શાળાઓ ગતવર્ષ કરતા વધારે માર્ક દેવામાં આવ્યા છે. જેમાં 8 શાળા રેડઝોનમાંથી નીકળી યેલોઝોનમાં આવેલ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિકાસ થયેલ છે. તે સ્પષ્ટ દેખાઈ આવેલ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેકનોલોજીનાં યુગમાં શિક્ષણ મળી રહે તેવા શુભ આરામથી સરકાર દ્વારા શાળાઓમાં સ્માર્ટક્લાસ આપવામાં આવેલ છે. જેમાં ટેકનોલોજીના માધ્યમથી ઓડિયો – વિડીયો સાથે પાઠયપુસ્તક આધારિત શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. અને ડીજીટલ બ્લેક બોર્ડ દ્વારા બાળકોને શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની દરેક શાળાના ક્લાસરૂમો સ્માર્ટક્લાસ બની ગયેલ છે. વિદ્યાર્થીઓને વિડીયો મારફત અભ્યાસ કરાવવામાં આવે છે. જેનાથી બાળકોને અભ્યાસમાં રૂચી રહે છે સમિતિની શાળાના દરેક ક્લાસ સ્માર્ટ ક્લાસ આ વર્ષે પૂર્ણ થયેલ છે.
વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર યુગમાં કોમ્પ્યુટરની બેઝીક જાણકારી મેળવી શકે તે માટે સરકાર દ્વારા શાળાઓમાં કોમ્પ્યુટર વિષયનું પણ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ બની ગયેલ છે. વિદ્યાર્થીઓએ પ્રાથમિક શિક્ષણ સાથે ટેકનોલોજીની દુનિયા અવગત કરાવવામાં આવે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમિતિની દરેક શાળામાંઓમાં આ વર્ષથી જ કોમ્પ્યુટર શિક્ષણ પ્રાપ્ત થશે. તે પણ એક વિકાસની ગતી દેખાડવામાં આવેલ ៦.
વધુમાં શહેરમાં ચાલતી ખાનગી શાળાઓમાં ઉંચી ફી અને આર્થિક ભારણને લીધે મધ્યમવર્ગનાં પરિવારો વિનામુલ્યે ચાલતી સરકારી શાળાઓમાં મળતી સુવિધાઓ શિક્ષણમાં આધુનિકતા તેમજ સહ શૈક્ષણિક પ્રવૃતિઓ – અનેક વિધ સ્પર્ધાઓ વગેરેથી પ્રેરાઈને ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અલગ – અલગ ધોરણોમાં ખાનગી શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ મેળવેલ છે, તેમજ 2024 માં બાલવાટિકામાં 1343 જેટલા બાળકોએ પ્રવેશ મેળવેલ છે, જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની બાબત છે. આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છેલ્લા બે વર્ષથી સફળતાનાં શીખર તરફ પ્રયાણ કરી અને આમૂલ પરિવર્તન કર્યું હોવાનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા જણાવે છે.