Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં આગની સંભવિત ઘટનાઓને ધ્યાનમાં રાખી, એકશન પ્લાનના રૂપમાં ગઈકાલે સાંજથી જ તૈયારીઓ કરી લીધી હતી પરંતુ સદ્ ભાગ્યે ગઈકાલે દીવાળીની રાત્રિ દરમ્યાન કયાંય, મોટી આગ ફાટી નીકળી ન હતી તેથી ફાયર શાખા સહિત સૌએ રાહતનો અહેસાસ કર્યો છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના કહેવા અનુસાર, ગત્ તારીખ 18 થી 21 ઓક્ટોબર દરમ્યાન શહેરમાં આગના નાનામોટા 33 બનાવ નોંધાયા જે પૈકી 30 બનાવ દીવાળીની રાત્રે નોંધાયા છે, જે પૈકી મોટાભાગની આગ ફટાકડાઓને કારણે લાગી હતી જે તુરંત બુઝાવી લેવામાં આવતાં મોટી નુકસાની ટાળવામાં સફળતા મળી હતી. આગના આ 30 બનાવ પૈકી સૌથી મોટી આગ શહેરના ખંભાળીયા નાકા નજીક એક ઈમારતના ચોથા માળે લાગી હતી જેમાં ફર્નિચર સહિતની કેટલીક ચીજો સળગી ઉઠતાં આશરે રૂ. સવા-દોઢ લાખનું નુકસાન થયાની જાણકારીઓ પ્રાપ્ત થઈ છે. આ સિવાયના આગના અન્ય તમામ બનાવ એકદમ સામાન્ય હતાં, આથી સૌએ રાહત અનુભવી છે.
