Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દ્વારકા જગત મંદિર હજારો લાખો નહિ પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, અહી વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે અને ભક્તોની ભીડ અહી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે મંદિરની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે, ત્યારે દ્વારકાધીશ મંદિર અંદર કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ જેવા કે મોબાઈલ રીમોટવાળી ચાવી સહિતની ચીજવસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે, ત્યારે સોશ્યલ મીડિયામાં આજે આ મંદિરમાં ભગવાન સન્મુખ ડાયરાની જેમ ચલણી નોટો ઉડાવવાના વિડીયો વાઈરલ થઇ રહ્યા છે. જે વિડીયો જોનાર સનાતની હિન્દુ કૃષ્ણ ભકતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
છેલ્લા એક બે દિવસથી આ પંથકમાં દ્રારકાધીશ મંદિરનાં વિડીયોએ ભારે ચકચાર જગાવી છે. ભગવાન દ્રારકાધીશની નગરી અને શ્રીકૃષ્ણનાં દશૅન કરવા અહિં દર વષેઁ દેશ વિદેશથી લાખો યાત્રિકો આવી રહ્યા છે. વળી, શિવરાજપુર બ્લુ ફલેગ બીચ અને બેટ સીગ્નેચર બ્રીજને લીધે ઉતરોતર શ્રધ્ધાળુઓનો ધસારો વધતો જાય છે.એક બે દિવસથી દ્રારકાધીશ મંદિરનાં અંદરનાં વિડીયો (મંદિરની અંદર મોબાઈલ પ્રતિબંધ છે છતાં) વાયરલ થયા તેનાથી સનાતની હિન્દુ શ્રીકૃષ્ણ ભકતોમાં ખુબ નારાજગી પ્રસરી ગઈ છે અને આવા વિડીયો એ આ પંથકમાં ખુબ ચકચાર જગાવી છે.
હાલ આવા 3 વિડીયો સોસિયલ મિડીયામાં ખુબ વાયરલ થયા છે. આ વિડીયોમાં દ્રારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ મૂતિઁ સન્મુખ પૈસા ઉડાડતા કેટલાક પુજારીઓ, સાધુઓ અને યજમાનો નજરે પડે છે. જેમ કોઈ લોક ડાયરા કે ગઝલમાં નોટોની થપ્પીઓને ઉતારીને હવામાં ઉડાવવામાં છે તે રીતે દ્રારકાધીશ સામે નોટો ઉડાવવામાં આવે છે. વાઈરલ વિડીયોમાં જોવા મળી રહ્યું કે નોટો ફેંકવા વાળામાં ફૃષ્ણ ભકિતની લીન્નતાને બદલે નોટો ફેંકવાનો ઉન્માદ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.આ વિડીયો છેલ્લા પાછલા બે ત્રણ દિવસનાં હોવાનું જાણવા મળે છે.
એમાય વળી ખુદ પુજારીઓ, સાધુઓ અને VIP માલેતુજાર દ્રારા નોટોનાં છુટા હાથે કૃષ્ણ સન્મુખ ઘા કરવાના આવા દ્રશ્યો સનાતની હિન્દુ કૃષ્ણ ભકતો માટે આઘાત જનક બન્યા છે.મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છે.પોલીસ અને ગાડૅઝની હાજરીથી મંદિરની સુરક્ષા અકબંધ રહે છે તો પછી આ મોબાઈલ અંદર કોણ લઈ ગયુ ? શુટીંગની મનાઈ હોવા છતા શુટીંગ કેમ થયુ ? મંદિર દેવસ્થાન સમિતિનાં અધ્યક્ષ જીલ્લા કલેકટર છે અને સ્થાનિક કક્ષાએ ડે.કલેકટરની જવાબદારી છે.ત્યારે આ રીતે વિડીયો વાઈરલ થવા મંદિરની સુરક્ષા પર સવાલો ઉભા કરનારી બાબત છે.
-ઇન્ચાર્જ કલેકટર કહે છે કે….
આ અંગે ઇન્ચાર્જ કલેકટર ધાનાણી સાથે વાતચીત કરવામાં આવતા તેવાઓએ મેં સામે આવેલા આ વિડીયો અંગે વહીવટદારને તપાસ કરવાનો હુકમ કર્યો છે અને આવી ઘટના ફરી વખત ના બને તે માટે પગલા લેવા પણ મેં સુચના આપી છે. વધુમાં તેવોએ મોબાઈલ પ્રતિબંધ અંગે તો ત્યાં સુધી કહ્યું કે હું મંદિર ખાતે જાવ ત્યારે મારો પોતાનો ફોન બહાર જમા કરાવ્યા બાદ અંદર પ્રવેશ કરું છું. તો આ કેવી રીતે બન્યું તે સવાલ છે.
-પ્રાંત પાર્થ અધિકારીએ ફોન ઉપાડવાનું ટાળ્યું..!
આ ઘટના અંગે મંદિર કમિટીના વહીવટદાર અને દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તેવોએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. સાહેબ ફોન ના ઉપાડો તો કાઈ વાંધો નહિ પણ મંદિરના વહીવટદાર તરીકેની આપની ફરજ નિભાવી અને કલેકટર દ્વારા આપના પાસે તપાસ માંગી છે તેનો રીપોર્ટ કરી જવાબદારો સામે દાખલારૂપ કામગીરી કરજો તેવી આશા.
-સિક્યુરીટી ગાર્ડ જે દાદાગીરી કરતા હોય છે ત્યાં ક્યાં ગાયબ થઇ ગયા હતા..?
દુરથી આવતા દર્શનાર્થીઓને 10 સેકન્ડ પણ દર્શન ના કરવા દેનાર મંદિરમાં ફરજ બજાવતાએ ખાનગી સિક્યુરીટી ગાર્ડ આ તમાશા વેળાએ ક્યાં ગાયબ થઇ ગયા હતા કે ગજવા ગરમ કરીને ગાયબ કરી દેવાયા હતા તે સવાલ પણ દ્વારકાના લોકોમાં ચર્ચાય છે.
(મંદિરની સુરક્ષાના નિયમોનું અમે સન્માન કરીએ છીએ માટે વાયરલ થયેલ તે વિડીયો અહી પ્રસારિત નથી કર્યો માત્ર બહારની ફાઈલ તસ્વીર જ અત્રે મૂકી છે)