Mysamachar.in-જામનગર:
મહારાષ્ટ્ર,રાજસ્થાન ગુજરાત રાજયના અલગ અલગ પોલીસ સ્ટેશનમા ધાડ,લુંટ, ધરફોડ ચોરી,ખૂનની કોશિષ,અપહરણ, પોલીસ ઉપર હુમલો, છેડતી,પોલીસ જાપ્તામાથી ફરાર થવુ,તથા મારામારી જેવા 70 થી વધુ ગંભીર ગુના આચરનાર અને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ ગુનામા તથા અન્ય ગુનામાં 14 વર્ષથી ફરાર આરોપીને જામનગર શહેરમાથી ઝડપી પાડવામાં જામનગર એલસીબીને સફળતા મળી છે,
એલ.સી.બી.ના ધનશ્યામ ડેરવાળીયા, સુરેશ માલકિયા, રાકેશ ચૌહાણ તથા વનરાજ મકવાણાને સંયુકત મળેલ બાતમી હકિકત આધારે મહારાષ્ટ્ર રાજયના નાંદેડ જીલ્લાના મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ કાઈમ એક્ઝામકોકા એકટ) ના ગુનાના ફરાર આરોપી પંડિતસિંહ ઉર્ફે રાહુલ ધરમસિંહ ઉર્ફે બાદલ જુગી ઉર્ફે બંજાર ઉવ આશરે.50 વાળો ઢીચડા રોડ, યોગેશ્વરધામ જામનગરમા રહે છે તેવી હકિકત આધારે આ ઇસમને પકડી પાડી હસ્તગત કરી,મહારાષ્ટ્ર રાજયના ભાગ્યનગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ને સોંપી આપવા તજવીજ કરેલ છે.
ઝડપાયેલ આરોપી પંડિતસિંહ ઉર્ફે રાહુલ ધરમસિંહ ઉર્ફે બાદલ જુગી વિરૂધ્ધ મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ડાઈમ મુજબનો ગુનો આચરેલ હોય જે ગુનામા આરોપી 14 વર્ષથી ફરાર હોય,તેમજ આ શખ્સ વિરુદ્ધ મહારાષ્ટ્ર,રાજસ્થાન ગુજરાત રાજયના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધાડ,લુંટ, ધરફોડ ચોરી,ખૂન ની કોશિષ તથા અપહરણ, પોલીસ ઉપર હુમલો,તથા છેડતી, પોલીસ જાપ્તામાંથી ફરાર થવુ, મારામારી જેવી 10 થી વધુ ગંભીર ગુના આચરનાર ખૂખાર આરોપીને જામનગર એલસીબીને હાથ લાગ્યો છે, પોતે પોલીસને હાથ ઝડપાઈ ના જાય તે માટે અલગ અલગ ખોટા નામ ધારણ કરી રહેતો હતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.