Mysamachar.in-કુણાલ બારડ: ભાવનગર:
ભાવનગર પોલીસે ડુપ્લીકેટ લાયસન્સના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, અને ડુપ્લીકેટ લાયસન્સ બનાવતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, ઝડપાયેલા શખ્સો આર.ટી.ઓ.ના એજન્ટ હોવાનું જણાવી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, ઝડપાયેલા શખ્સો લોકોને પરિક્ષા આપ્યા વિના લાયસન્સ કઢાવી આપવાનું કહેતા હતા, પોલીસે કોમ્પ્યુટર સીસ્ટમ, કલર પ્રિન્ટર, મોબાઇલ સહિત રૂપિયા ૨૮૦૫૦ નો મુદ્દામાલ કબજે કરી ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ તથા સાધનો સાથે 3 શખ્સોને ઝડપી પાડી પૂછપરછ કરતા ત્રણેય શખ્સો પોતાની ઓળખ આરટીઓ એજન્ટ તરીકેની આપીને લોકો પાસે મોટી રકમ લઈને પોતે જાતે ડુપ્લીકેટ લાયસન્સ બનાવતા હોય પોલીસને જપ્ત કરેલા કોમ્પ્યુટર તથા પેનડ્રાઇવમાં ડ્રાઇવીંગ લાયસન્સ બનાવ્યાના આધારો પણ મળ્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ શરુ થઇ છે.