Mysamachar.in-અમદાવાદ:
વેવાઈ વેવાણ ભાગી જવાની ચર્ચાઓ રાજ્યમાં જોરશોરથી ફરીથી ચાલુ થઇ છે, ત્યાં જ અમદાવાદમાં એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જે અચરજ પમાડનારો છે, કહેવાય કે પ્રેમમાં ઉંમર કરનાર ઉમરનો કોઈ બાધ નડતો નથી, અમદાવાદના નિકોલ વિસ્તારમાં સામે આવેલ આ કિસ્સાની વિગ્ત એવી છે કે 29 વર્ષના યુવકે ત્રણ સંતાનોની માતા એવી 50 વર્ષની મહિલાને પ્રેમસંબંધ રાખવા પ્રપોઝ કર્યું હતું. જો પ્રેમસંબંધ નહીં રાખે તો તેને અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલાના પુત્રએ પોલીસને જાણ કરતા નિકોલ પોલીસે આરોપી યુવક જીગેશ પટેલની ધરપકડ કરી છે.
નિકોલમાં 50 વર્ષની મહિલા તેના પતિ અને બે પુત્રો સાથે રહે છે. એક દીકરીના લગ્ન થઈ ગયા છે. સોમવારે વહેલી સવારે મહિલા ચાલતા ચાલતા દૂધ લેવા નીકળ્યા હતા. દરમ્યાનમાં AMTS બસ સ્ટેન્ડ પાસે એક યુવકે મહિલાને રોકી કહ્યું હતું કે હું તમને પસંદ કરું છું, મારી સાથે પ્રેમસંબંધ રાખો. પ્રેમસંબંધ રાખવાની ના પાડતા હેરાન પરેશાન કરી દઈશ અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.ગભરાયેલી મહિલાએ ફોન કરી તેના પુત્રને બોલાવ્યો હતો. પુત્રએ આવી પોલીસને જાણ કરતા નિકોલ પોલીસ આવી યુવક જીગેશ પટેલની ધરપકડ કરી છે.