Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એક સપ્તાહ દરમિયાન શું શું કામગીરી કરે છે તેનો અહેવાલ દર સપ્તાહે મીડિયાને લોકજાણકારી માટે આપે છે. આજે જાહેર થયેલ આ અહેવાલ દર્શાવે છે કે ફૂડ સેફ્ટી ઓફિસરો જાસોલીયા અને ડી.બી.પરમાર દ્વારા જી.જી હોસ્પિટલ સરકારી રસોડા વિભાગમાંથી કુલ 22 જેટલા તૈયાર અને કાચા ખાદ્ય પદાર્થના સર્વેલન્સ નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા. જેનાપૃથ્થકરણ રીપોર્ટ આવ્યેથી આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
જી.જી હોસ્પિટલ સરકારી રસોડા વિભાગમાંથી બટેટા રીંગણાનું શાક, ઉપરાંત રોટલી, દાળ, સલાડ, ઉપરાંત કેટલાક કાચા ખાદ્યપદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. જો કે આ પ્રક્રિયા રૂટીન મુજબની હોવાનું ફૂડ સેફટી ઓફીસર પરમારે જણાવ્યું છે.
ઉપરાંત શહેરના પટેલ કોલોની રોડ વિસ્તારમાં ઇન્સ્પેક્સન દરમિયાન લાયસન્સ ન ધરાવતી પેઢીઓને FSSAI-2006 અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવ્યા. જેમા, લાઈવ ઈડલી ઢોસા ખીરું ધનવંતરી ગ્રાઉન્ડ પાસે, નિશીતભાઇ ઘૂઘરાવારા ડી.કે.વી પાસે, વસીમભાઈ સિપાઈ દાલવડીવાળા, હિરેન પરમાર ઘૂઘરાવારા, યશપાલસિંહ ચુડાસમા પકોડાવારા, વધુમાં શહેરમાં ઇન્દિરા રોડ, હરિયા સ્કુલ સામે આવેલ અક્ષર ફરસાણમાંથી મોહન થાળનો નમુનો તેમજ તેના ઉપરના ભાગે આવેલ અક્ષર ડાઈનીંગ હોલમાંથી બટેકાનું શાકનો નમુનો લેવામાં આવેલ.
આ ઉપરાંત ઈન્સ્પેક્શન કરતાં અક્ષર ડાઈનીંગ હોલમાં કોઈપણ પ્રકારનું લાયસન્સ ધરાવતા ન હોય તેમજ સફાઈ નો અભાવ જણાતા તા.27/07/2023 ના બપોર બાદ પ્રોપર રીનોવેશન હાઈઝેનીક કન્ડીશન સુધારવા લાયસન્સ મેળવી લેવા દીવસ 3 રેસ્ટોરન્ટ બંધ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવેલ હોવાનું મનપાના ફૂડ વિભાગે જાહેર કર્યું છે.