Mysamachar.in-જામનગર:
જામનગર LCBએ હમણાં-હમણાં ધારી સફળતા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે,તાજેતર માં બે ધાડપાડુ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળ્યા બાદ હવે ગેરકાયદેસર હથિયારો ઝડપી પાડવામાં પણ સફળતા મળી છે.બે પિસ્તોલ છ કાર્ટીઝ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે.જેમાં ડેન્ટલ હોસ્પિટલ નજીકથી ભરત ઉર્ફે ડાડુ બાંભણીયાને ૧ પિસ્તોલ અને 2 કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યો છે,જેને આ હથિયાર યુપીથી સપ્લાય થયાનું ખૂલ્યું છે,

જ્યારે ગુલાબનગર ઢાળિયા નજીકથી રવિ ચૌહાણ અને યાસીન માડકીયાને ૧ પિસ્તોલ અને ૪ કાર્ટિસ સાથે LCBએ ઝડપી પાડ્યા છે,આ હથિયાર ઈસ્માઈલ ઉર્ફે ચાચું ચમડીયાએ સપ્લાય કર્યાનું પણ ખુલવા પામ્યું છે.
