Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં ગુન્હો કરનાર કોઈને પોલીસનો ડર નથી કારણ કે જે રીતે ગુન્હાઓની સંખ્યા વધી રહી છે તે બાબત જ ચિંતાજનક છે, એવામાં એક એવી ચકચારી ઘટના સામે આવી જેમાં એક ઘરમાં બે ઇસમોએ ઘુસી અને પૈસાની લેતીદેતી બાબતે ઘરમાં આગ ચાંપી દઈ નુકશાન પહોચાડતા આ મામલો ચર્ચાના એરણે ચઢ્યો છે અને પોલીસ મથકે ફરિયાદ પહોચી છે તેની જાહેર થયેલ વિગતો એવી છે કે…
શહેરના મચ્છરનગર, હાઉસિંગ બોર્ડ બ્લોક નં-23 આશાપુરા મંદિરની બાજુમા વસવાટ કરતા ફરિયાદી જોશનાબેન રમેશભાઈ પાનસુરીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના દિકરા કિશન અને હિતરાજસિંહ વચ્ચે અગાઉ પૈસાની લેતી દેતી બાબતે મનદુ:ખ થયેલ હોય જે બાબતનો ખાર રાખી હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા રહે-પુનીતનગર અને યશપાલસિંહ વાળા રહે.ગાંધીનગર, બન્ને ઇસમોએ જોશનાબેનના ઘરે આવી બીસલેરીની ચાર જેટલી બોટલમા પેટ્રોલ જેવુ પ્રવાહી ભરી આવી છાંટી દિવાસળી ચાપી સળગાવી ફરિયાદી જોશનાબેન તથા તેના દિકરા કિશનને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયેલ બન્ને ઇસમોએ આગ ચાંપતા ઘરમા રહેલ રોકડ રૂપીયા 1,45,000 તથા ઘરવખરીનો સર-સામાન બળીને ખાક થઇ ગયો હોવાનું પણ ફરિયાદમાં જાહેર થયા બાદ બી ડીવીઝન પોલીસે બન્ને ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.